RSS

દીપાવલી : પાંચ દિવસનું પર્વ

Imageદીપાવલી દીપોનો એટલે કે પ્રકાશનો તહેવાર છે. દીપાવલી એક એવું પર્વ છે જેને આપણે સૌથી મોટું પર્વ કહી શકીએ. દીપાવલી હિન્દુઓનું સૌથી મોટું પર્વ છે. દીપાવલી વાસ્તવમાં એક દિવસનું નહીં, પરંતુ પાંચ દિવસનું પર્વ છે. આસો સુદ તેરસ એટલે કે ધનતેરસથી લઈને કારતક સુદ બીજ એટલે કે ભાઈબીજ સુધી દીપાવલી મનાવવામાં આવે છે. દીપાવલીમાં દીપ પ્રગટાવવાનું તથા લક્ષ્મી પૂજનનું વિશેષ મહત્ત્વ છે. આ પર્વ દરમિયાન લોકો ઘરની સાફ-સફાઈ કરે છે, ઘરના આંગણાને રંગોળીઓથી સજાવે છે, દરવાજે આસોપાલવનાં તોરણો બાંધે છે, નવાં કપડાં પહેરે છે, મીઠાઈ ખાય છે અને ફટાકડા ફોડીને આનંદ કરે છે. આમ,દીપાવલી હર્ષોલ્લાસ અને આનંદનું સૌથી લાંબું પર્વ છે.

ધનતેરસ

પંચપર્વ દીપાવલીની શરૂઆત ધનતેરસના દિવસથી થાય છે. ધનતેરસના દિવસે લક્ષ્મીજી, ધન્વંતરી અને યમરાજનું પૂજન કરવામાં આવે છે. લક્ષ્મીજી ધનનાં દેવી છે. તેઓ સમુદ્રમંથનમાંથી પ્રગટ થયાં હતાં અને ભગવાન વિષ્ણુને વર્યા હતાં. ધનતેરસના દિવસે ધન-ધાન્ય, સુખ-સમૃદ્ધિ મેળવવા માટે રાત્રે લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવે છે. ધનતેરસના દિવસે લક્ષ્મીપૂજન સાથે ગરીબ ખેડૂતની કથા જોડાયેલી છે. લક્ષ્મીજીએ કહ્યું છે કે ધનતેરસના દિવસે મારું પૂજન કરવાથી હું તે ઘરમાં વાસ કરીશ. ધનતેરસના દિવસે સોનું-ચાંદી ખરીદવાની પણ પરંપરા છે. એક એવી માન્યતા પણ જોડાયેલી છે કે ધનતેરસે કોઈ નવી વસ્તુ ખરીદવામાં આવે તો તેમાં તેર ગણી વૃદ્ધિ થાય છે. આ જ દિવસે ધનના દેવતા કુબેરની પણ પૂજા કરવામાં આવે છે.

લક્ષ્મીજીની જેમ દેવતાઓના વૈદ્ય ધન્વંતરી પણ સમુદ્રમંથન દરમિયાન હાથમાં અમૃતકળશ લઈને પ્રગટ થયા હતા, તેથી ધનતેરસના દિવસે ધન્વંતરી જયંતી મનાવવામાં આવે છે. તેઓ હાથમાં વાસણ (કળશ) લઈને પ્રગટ થયા હોવાથી ધનતેરસના દિવસે નવાં વાસણ ખરીદવાની પરંપરા છે. વૈદ્ય, હકીમ અને બ્રાહ્મણો સહિત અનેક લોકો ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીનું પૂજન કરે છે, કારણ કે સારા સ્વાસ્થ્ય વગર ધન શું કામનું?

ધનતેરસના દિવસે મૃત્યુના દેવતા યમરાજના પૂજનનું પણ વિધાન છે. તેની પાછળ અનેક રસપ્રદ કથાઓ જોડાયેલી છે. આ પૂજા દિવસે નહીં, પરંતુ રાત્રે કરવામાં આવે છે. આ દિવસે યમરાજના નિમિત્ત દીપદાનનું વિશેષ મહત્ત્વ છે. તેના માટે દક્ષિણ દિશામાં દીવો કરવામાં આવે છે જેને જમદીવો કહે છે. એવું કહેવાય છે કે દીપદાન કરવાથી અકાળ મૃત્યુ નથી થતું.

કાળીચૌદશ

દીપાવલીના એક દિવસ પહેલાં કાળીચૌદશ હોય છે. જેને રૂપ ચૌદશ કે નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે. કાળીચૌદશને નાની દિવાળી પણ કહે છે. આ દિવસે ચારે બાજુ દીવાઓ પ્રગટાવવામાં આવે છે. માતાજીનાં બે રૂપ છે. તેમાંથી એક છે, સૌમ્ય અને બીજું છે રૌદ્ર. કાળીચૌદશના દિવસે મહાકાળીના રૌદ્ર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ જ દિવસે હનુમાન પૂજાનું પણ વિધાન છે. આ દિવસ તાંત્રિક સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે પણ ઉત્તમ માનવામાં આવે છે.

આપણા અન્ય તહેવારોની માફક કાળીચૌદશ પણ આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પર્વ છે. આજના દિવસે જ ભગવાન શ્રીકૃષ્ણે નરકાસુરનો વધ કર્યો હતો, તેથી આ ચૌદશ નરક ચતુર્દશી તરીકે ઓળખાય છે. નરકાસુરના વધ બાદ તેણે બંધક બનાવેલી સોળ હજાર એક સો કન્યાઓને મુક્ત કરાવી હતી. નરકાસુરના અત્યાચારમાંથી મુક્તિ મળતાં સૌ નગરવાસીઓએ દીવા પ્રગટાવીને ઉત્સવ મનાવ્યો હતો. શ્રીકૃષ્ણના શરીરમાંથી નરકાસુરના લોહીની દુર્ગંધ આવતી હતી. તેને દૂર કરવા માટે તેમને સુગંધિત તેલથી માલિશ કરી સુગંધિત જળથી સ્નાન કરાવવામાં આવ્યું હતું. ત્યારથી કાળીચૌદશના દિવસે શરીર પર તેલથી માલિશ કરીને સ્નાન કરવાની પરંપરા શરૂ થઈ.

રૂપ ચતુર્દશી નામ પાછળ પણ એક કથા સંકળાયેલી છે. તે અનુસાર હિરણ્યગર્ભ નામના પ્રદેશમાં એક યોગીએ ભગવાનને પામવા માટે સમાધિ ધારણ કરી. આ દરમિયાન તેમના શરીરમાં કીડા પડી ગયા અને તેમનો દેખાવ કદરૂપો બની ગયો. નારદજીએ યોગીનું આ રૂપ જોઈને તેને ફરીથી સ્વરૂપવાન બનવા માટે આસો વદ ચૌદશનું વ્રત કરવાનું કહ્યું. આ વ્રત કરવાથી તે યોગી સ્વરૂપવાન બની ગયો. ત્યારથી કાળીચૌદશ રૂપચૌદશ તરીકે ઓળખાવા લાગી. સ્વરૂપવાન બનવાની કામના સાથે સ્ત્રીઓ આ દિવસે શૃંગાર કરે છે. કાળીચૌદશના દિવસે પણ અકાળ મૃત્યુ રોકવા અને સ્વાસ્થ્યની સુરક્ષા માટે યમરાજનું પૂજન કરવામાં આવે છે.

દીપાવલી

દીપાવલીને દિવાળી પણ કહે છે. દીપાવલી શબ્દ દીપ તથા આવલીની સંધિથી બનેલો છે. દીપ એટલે દીવો અને આવલી એટલે પંક્તિ. આમ, દીપાવલીનો અર્થ છે દીવાઓની પંક્તિ. તેથી જ દીપાવલીને દીપોત્સવ પણ કહે છે. ભારતમાં મનાવવામાં આવતા તહેવારોમાં દીપાવલીનું મહત્ત્વ વિશેષ છે. તેને દીપોત્સવ પણ કહે છે. તે સંદેશ આપે છે કે ‘તમસો મા જ્યોતિર્ગમય’ એટલે કે અંધારામાંથી પ્રકાશ તરફ જાઓ. આ જ ઉપનિષદોની આજ્ઞા છે. જેને દરેક ધર્મના લોકો માને છે. દીપાવલીની ઉજવણી પાછળ સૌથી મોટી માન્યતા એ છે કે ભગવાન શ્રીરામ ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરી અને રાવણનો વધ કરીને અયોધ્યા પાછા ફર્યા હતા. પોતાના પ્રિય રાજા રામના આગમનથી અયોધ્યાવાસીઓ ઉલ્લાસમાં આવી ગયા અને શ્રીરામના સ્વાગત માટે નગરમાં ઘીના દીવા પ્રગટાવ્યા હતા. આસો વદ અમાસની અંધારી રાત્રિ દીવાઓના પ્રકાશમાં ઝગમગી ઊઠી ત્યારથી દિવાળી ઊજવવાની શરૂઆત થઈ.

દીપાવલી વર્ષ (વિક્રમ સંવત)નો છેલ્લો દિવસ છે. વેપારીઓ પોતાની દુકાન કે કાર્યસ્થળની સાફ-સફાઈ કરીને શારદા (ચોપડા) પૂજન તથા લક્ષ્મીપૂજન કરે છે અને આવનારું વર્ષ સુખ-સમૃદ્ધિથી સભર રહે તેવી કામના કરે છે. દિવાળીના દિવસે લોકો ગણેશ,સરસ્વતી અને લક્ષ્મીજીનું પૂજન કરે છે અને ઘરને દીવાઓથી ઝગમગાટ કરી દે છે. નવાં કપડાં પહેરે છે, ઘરના આંગણામાં રંગોળી બનાવે છે તથા આતશબાજી કરે છે. આમ, ધૂમધામપૂર્વક દિવાળીની ઉજવણી થાય છે. મહાવીર સ્વામી દિવાળીના દિવસે જ નિર્વાણ પામ્યા હતા.ળનૂતન વર્ષ

દિવાળીના બીજા દિવસે નૂતન વર્ષ ઊજવવામાં આવે છે. આ દિવસથી વિક્રમ સંવતના નવા વર્ષની શરૂઆત થાય છે. નૂતન વર્ષની નવ પ્રભાતે સૂર્યનો પ્રકાશ દરેક મનમાં નવી આશાઓનો ઉજાસ પાથરે છે. નવું વર્ષ નવી આશાઓ અને નવા વિચારો લઈને આવે છે. આ દિવસે લોકો ગયા વર્ષનાં મનદુઃખ, વેરભાવ, કડવાશ, ખારાશ એમ તમામ અવગુણોને ત્યજીને સૌને સાલ મુબારક, નૂતન વર્ષાભિનંદન કે હેપ્પી ન્યૂ યર કહીને નવા વર્ષની શુભકામનાઓ આપે છે.

નૂતન વર્ષના પ્રથમ દિવસે બધાં જ લોકો પોતાના વડીલોનાં ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવે છે. જ્યારે વડીલો તેમને બક્ષીસ આપે છે. આ દિવસે બધાં જ લોકો નવાં કપડાં પહેરે છે. આંગણાને સુંદર રંગોળીથી સજાવે છે. દરવાજે આસોપાલવનાં તોરણ સજાવે છે. લોકો સંબંધીઓ અને પડોશીઓના ઘરે જાય છે. મહેમાનોને મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવવામાં આવે છે.

નૂતન વર્ષનું ધાર્મિક મહત્ત્વ પણ છે. આ દિવસે ગોવર્ધન પૂજા થાય છે. ગાયના છાણથી ગિરિરાજ ગોવર્ધનનાથનું સ્વરૂપ બનાવવામાં આવે છે. આ ગોવર્ધનનાથની પરિક્રમા અને પૂજન કરવામાં આવે છે. નૂતન વર્ષે દરેક મંદિરોમાં અન્નકૂટ ધરાવવામાં આવે છે.

ભાઈબીજ

કારતક સુદ બીજનો દિવસ ભાઈબીજ કે યમદ્વિતીયા તરીકે ઓળખાય છે. આ દિવસ ભાઈ-બહેનના પ્રેમ અને સ્નેહને વ્યક્ત કરે છે. ભાઈબીજના દિવસે ભાઈ બહેનના ઘરે ભોજન કરવા જાય છે અને બહેનને યથાશક્તિ ભેટ આપે છે. આ પરંપરા પાછળ એક ધાર્મિક કથા સંકળાયેલી છે. યમુનાજી વારંવાર પોતાના ભાઈ યમરાજને મળવા જાય, પરંતુ તેઓ જ્યારે ભાઈના ઘર પાસેથી પસાર થતાં ત્યારે તેમની નજર યમપુરી પર પડતી. યમપુરીમાંથી આવતા જીવોના ચિત્કારો અને પીડાત્મક આર્તનાદ સાંભળીને યમુનાજીનું કોમળ હૃદય દ્રવી ઊઠતું. યમુનાજીને પોતાના ભાઈ યમરાજ ખૂબ જ વહાલા હતા, તેથી તેમને પોતાને ત્યાં ભોજન કરવાનું વારંવાર આમંત્રણ આપે, પરંતુ યમરાજ કામમગ્ન હોઈ જઈ શકતા નહીં. એક દિવસ અશ્રુભીની આંખે કારતક સુદ બીજના દિવસે જમવા પધારવા માટે યમુનાજીએ યમરાજને વિનંતી કરી. બહેનની આંખમાં આંસુ જોઈને યમરાજે જમવા પધારવાનું આમંત્રણ આપ્યું. યમરાજ પોતાની બહેનને ત્યાં પોતાનું વચન પૂરું કરવા પરિવાર સહિત પધાર્યા. ભોજન કર્યા પછી યમરાજે યમુનાજીને વસ્ત્રાલંકારો આપ્યાં અને હજુ પણ કંઈ માગવું હોય તો માગવા જણાવ્યું. ત્યારે યમુનાજીએ માગ્યું કે, “આપ કૃપા કરીને યમપુરીમાં પીડાઈ રહેલાં જીવોને મુક્ત કરો.”

યમરાજે કહ્યું, “બહેન, મારું કાર્ય જીવોને તેમનાં કર્મ પ્રમાણે દંડ આપવાનું છે, પરંતુ તેં મારી પાસે વચન માગ્યું છે, તેથી હું તને વચન આપું છું કે આજના દિવસે જે ભાઈ-બહેન યમુના જળમાં સ્નાન કરી તારા જળરૂપી અમૃતનું પાન કરશે તથા જે ભાઈ બહેનના ઘેર જઈને ભોજન કરી ભેટ આપશે તેને કદીયે યમ કે યમપુરીનો ભય નહીં રહે.”

 
1 Comment

Posted by on November 3, 2013 in Dinu's

 

હેં……….ના હોય…..!

surprised-face-teachable-moment

એક વ્યક્તિ જીવનમાં 60,000 પાઉન્ડનો ખોરાક ખાય છે, જેનું વજન 6 હાથી જેટલુથાય છે

મનુષ્યના દાંત લગભગ પથ્થર જેટલા જ મજબૂત હોઈ છે.
મનુષ્ય એક દિવસમાં આશરે ૪૮૦૦ શબ્દો બોલે છે
કોઈ સ્પષ્ટ રાત્રે મનુષ્ય પોતાની આંખોથી ૨ થી ૩ હજાર તારાઓ જોઇ શકે છે
તમે એક સમયે એક જ નસકોરાથી શ્વાસ શ્વાસ લઈ શકો છો.
કેટલીક સ્ત્રીઓને ખરેખર વધુ રંગોમાં જુઓ છો.
તમારી જાતે કાપો અને એની પર ખાંડ મુકો
તમે ઉલટી કરતા પહેલા વધારે લાળ પાડો છો
તમારું બીજુ મગજ આંતરડામાં હોય છે.
એક મરઘાની રેકોર્ડ ઉડાન 13 સેકન્ડની નોંધાઈ છે.
ઊંટના પોપચા તેને ગરમ હવામાં રક્ષણ આપે છે.
મગફળી(peanut) કઠોળ(pea) પણ નથી અને સુકોમેવો(nut) પણ નથી.
આલ્બર્ટ આઈન્સ્ટાઇનને ૧૯૫૨માં ઇઝરાઇલના રાષ્ટ્રપ્રમુખ બનવાની ઓફર કરાઈ હતી.
મનુષ્યના પગમાં 52 હાડકા હોઈ છે જે શરીરના ચોથા ભાગના છે.
માણસ જીવન દરમિયાન આશરે એક હાથીના વજન જેટલું ખાય છે.
બામ્બુ ૨૪ કલાકમાં ૩ ફૂટ વધી શકે છે.
સામાન્ય રીતે માણસને માથામાં લગભગ 100,000 વાળ હોય છે.
The Succubus & Incubus એટલે શરીર પછીના નર અને નારી દાનવ
એક વ્યક્તિ તેના આખા જીવન દરમિયાન 6 કરોડનું ભોજન આરોગી જાય છે.
અંગ્રેજી ભાષામાં સૌથી ટૂંકું વાક્ય છે – “આઈ એમ.” (હું છું)
માણસ તેણે જોયેલાં સપનાંઓમાંથી ૯૦ ટકા તો ભૂલી જતો હોય છે.
વિશ્વવિખ્યાત સાહિત્યકાર વર્જિનિયા વુલ્ફે પોતાનાં બધાં પુસ્તકો ઊભા ઊભા લખ્યાં હતાં.
સોનાના વરખવાળી ચોકલેટ આજે પ્રચલિત છે, જેનું ચલણ સેન્ટ નિકોલસે શરૃ કરેલું, જે ગરીબોને સોનાના સિક્કા આપતો હતો.
તુલિપ એ સૌથી ઝડપથી વિકસતું ફૂલ છે. તેની કાપણી કર્યા પછી તે દિવસમાં એક ઇંચ વધે છે.
મેડમ એલઆર નામની આ કૃતિનું સર્જન બ્રાન્કુસીએ ૧૯૧૪થી ૧૯૧૭ દરમિયાન તૈયાર કર્યું છે.
બુર્જ ખલીફાને બુર્જ દુબઈ ટાવર તરીકે પણ ઓળખવામાં આવે છે.
વરસાદનું એક ટીપું વધુમાં વધુ ૧૮ માઈલ પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી પર વરસતું હોય છે.
ઑસ્ટ્રેલિયામાં મળી આવતી ‘નયન્ની બ્રુક’ નામની ચકલી બીજી કોઈ પણ જાતની ચકલીની બોલી બોલી શકે છે.
જાપાનનું મોટામાં મોટું બંદર ઓસાકા છે.
સેકન્ડના સોમાં ભાગને જિફી તરીકે ઓળખવામાં આવે છે…
મોનાલીસાને એક જ આઈ બ્રો હતી.
૧૯૩૨માં શિયાળામાં નાયગ્રા ધોધ સંપૂર્ણપણે થીજી ગયો હતો.
કોઈ પણ વૃક્ષ કરતાં ઓકનું વૃક્ષ વીજળીને કારણે સૌથી ઝડપથી નાશ પામે છે.
સત્તર વર્ષની ઉંમરે યુરોપ સહિત સમગ્ર વિશ્વમાં ખ્યાતિ મેળવનારા રાફેલ સાડત્રીસ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા હતા.
કાર ઉત્પાદન ક્ષેત્રે ઝંપલાવનાર બુગાતીને એસેન્ટ્રિક જિનિયસના ઉપનામથી નવાજવામાં આવતા.
મહાન ચિત્રકાર રાફેલે સાત વર્ષની ઉંમરે ચિત્રો દોરવાની શરૂઆત કરી હતી.
ન્યૂ યોર્કમાં આવેલું ગ્રાન્ડ સેન્ટ્રલ ર્ટિમનલ રેલવે સ્ટેશન વિશ્વનું સૌથી વિશાળ રેલવે સ્ટેશન છે.
૧૫૦૦ની સાલમાં પહેલી વાર કાચની બોટલનો ઉપયોગ થયો હોવાનું માનવામાં આવે છે.
વ્હાઈટ હાઉસના નિર્માણ માટેની સ્પર્ધામાં આઈરિશ ડિઝાઈનર જેમ્સ હોબાનની ડિઝાઈન પસંદ કરવામાં આવી હતી.
દિવસમાં અન્ય કોઈ સમય કરતાં વહેલી સવારે વાળ વધવાની પ્રક્રિયા વધુ ઝડપથી થાય છે.
ભારતમાં સૌથી વધુ (૬૦ ટકાથી વધુ) મીઠાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે.
પતંગિયાની સ્વાદ પારખવાની ક્ષમતા તેમના પગમાં હોય છે.
મોઝાર્ટે ચાર વર્ષની ઉંમરે સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી હતી.
સમગ્ર વિશ્વમાં દરેક દેશમાં કાળા મરીનો ઉપયોગ તેજાના તરીકે કરવામાં આવે છે.
ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપના ઈ.સ. ૧૯૩૫માં થઈ હતી.
ભારતના ઇતિહાસમાં શાસન કરનાર પ્રથમ મુસ્લિમ મહિલા રઝિયા (સુલતાન) બેગમ હતી.
થોમસ એડિસને હેલ્લો શબ્દની શોધ કરી હતી.
સંસ્કૃતમાં બનનારી પ્રથમ ફિલ્મ ‘આદિ શંકરાચાર્ય’ હતી.
બતકના અવાજનો પડઘો નથી પડતો.
વિશ્વમાં સૌથી વધુ ખવાતું અને લોકપ્રિય ફળ ટામેટું છે.
પાંપણનું મહત્તમ આયુષ્ય પાંચ મહિના હોય છે.
વિશ્વનું સૌથી ઝડપી એલિવેટર એટલે કે લિફ્ટ બુર્જ ખલીફામાં નાખવામાં આવી છે.
મહિનાની પહેલી તારીખ રવિવારે આવતી હોય તે મહિનાઓમાં ૧૩મી તારીખે શુક્રવાર જ આવતો હોય છે.
‘ટોમ સોયર’ નવલકથા લખવા માટે પહેલીવાર ટાઈપ રાઈટરનો ઉપયોગ થયો હતો.
વિશ્વનો સૌથી વિશાળ પિઆનો ચેલાન કોન્સર્ટ ગ્રાન્ડ છે. આ પિઆનો ૧૧ ફૂટ લંબાઈ ધરાવે છે.
દિવસ દરમિયાન વ્યક્તિ સામાન્ય રીતે બે થી ત્રણ મિનિટના સપના જોતી હોય છે.
રાષ્ટ્રભાષા અંગ્રેજી ન હોય તેવા દેશોની યાદીમાં અંગ્રેજી ભાષાનો સૌથી વધુ ઉપયોગ ભારતમાં થાય છે.
ઇતિહાસની સૌથી નાની લડાઈ ૧૮૯૬માં ઝાંઝીબાર અને ઈંગ્લેન્ડ વચ્ચે થઈ હતી, ઝાંઝીબારે ૩૮ મિનિટમાં હાર સ્વીકારી હતી.
ટપાલટિકિટો બહાર પાડનારો પ્રથમ દેશ બ્રિટન હતો. પોસ્ટેજ સ્ટેમ્પ્સની શરૃઆત ૧૮૪૦માં કરાઈ હતી.
એલિઝાબેથ પહેલાએ તેમની આખી જિંદગીમાં ૩,૦૦૦ જેટલા જુદા જુદા ગાઉન પહેર્યાં હતાં.
ઈ.સ. પૂર્વે ૨૪૬માં કિન શાસક દ્વારા ચીનમાં ટેરાકોટા આર્મીનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું.
એતોર બુગાતીએ ૧૯૦૯માં બુગાતી કંપનીની સ્થાપના કરી હતી.
પિકાસોને લુઅર મ્યુઝિયમમાંથી મોનાલીસાના ચિત્રની ચોરી કરવાના આરોપમાં પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા.
 

પ્રાણીઓ વિષે અવનવુ

Lg_NA_Animals_2_thumbnails

અમેરિકામાં 58 મિલિયનથી પણ વધુ કૂતરાં છે
ડોલ્ફિન એક આંખ ખૂલ્લી રાખીને સૂઈ જાય છે
એક છછુંદર એક રાતમાં ૩૦૦ ફૂટ ઊંડો ખાડો ખોદી શકે છે.
વંદાનું માથું કપાય ગયા બાદ પણ થોડા અઠવાડિયા જીવતો રહી શકે છે.
મચ્છર વાદળી રંગ તરફ બીજા રંગ કરતા વધુ આકર્ષાય છે
ઓક્ટોપસને ત્રણ હૃદય હોય છે
ધ્રુવીય રીંછ એક વખતમાં આશરે ૮૬ પેન્ગવિન ખાય શકે છે.
ડોલ્ફીન એક આંખ ખુલી રાખીને ઉંઘી શકે છે.
કાંગારૂં પાછા પગલે ચાલી શકતું નથી.
શાંર્ક સો વર્ષ કરતા વધુ જીવી શકશે.
રૂપિયા કરતા પણ હલકાં વજનનું હમિંગબર્ડ
The Yeti એટલે હિમાલયનો એવો જીવ જે અડધો માણસ અને અડધો વાંદરો છે.
ગધેડાની આંખની રચના કંઈક એવી છે કે તે એકસાથે તેની આંખો વડે ચાર પગને જોવાની ક્ષમતા ધરાવે છે..
હરણની પ્રજાતિમાં સૌથી મોટી પ્રજાતિ તરીકે ઓળખાતું આઈરિશ ડિયર ૭,૭૦૦ વર્ષ અગાઉ લુપ્તપ્રાય થઈ ગયું…
મરઘીનાં બચ્ચાંની એક વારની ઉડાન ૧૩ સેકન્ડ જેટલી લાંબી હોય છે…
કાસ્પિઅન ટાઈગર વાઘની પ્રજાતિમાં સૌથી વિશાળ હતું.
બિલાડી તેના જડબાંને આગળ પાછળ નથી હલાવી શકતી.
ડોલ્ફિન પોતાની એક આંખ ખુલ્લી રાખીને જ ઊંઘે છે!
આફ્રિકામાં રોમ્બાસાના હેલરપાર્કમાં હિપોપોટેમસનું બચ્ચું અને જંગી કદનો કાચબો છેલ્લા એક વર્ષથી હળીમળીને રહે છે.
અવકાશમાં પહેલો ઊંદર ૧૯૬૧માં ફ્રાન્સ દ્વારા મોકલવામાં આવ્યો હતો.
મચ્છરો સૌથી વધુ વાદળી રંગથી આકર્ષાતા હોય છે. મચ્છરનો ઉપદ્રવ ઘટાડવા માટે વાદળી રંગનો ઉપયોગ ટાળવો.
હમિંગ બર્ડ એક માત્ર એવું પક્ષી છે, જે ઊંધી દિશામાં પણ ઊડી શકે છે.
એક કેટફિશના શરીર પર ૨૭,૦૦૦ સ્વાદ ગ્રંથિઓ હોય છે.
મચ્છર ફક્ત પોતાના પ્રજનનકાળ દરમિયાન જ આપણું લોહી ચૂસે છે.
વોલરસ દરેક વાળ ૩ મિલીમીટર જેટલો જાડો હોય છે.એટલે કે મનુષ્યના વાળથી ૪૦ ગણો જાડો.
ઘોડાની ૩૫૦થી પણ વધુ જાતો જોવા મળે છે.
વોલરસના નાક પર લગભગ ૭૦૦ જેટલાં વાળ હોય છે.
હાથી ના દરેક દાંતનું વજન ૪ કિગ્રા જેટલું હોય છે.
હાથી એક દિવસમાં અડધો ટન જેટલો ખોરાક આરોગી જાય છે.
બધી જાતના કરોળિયામાં જાળાં ગૂથવાની ગ્રંથિઓ હોય છે.પરંતુ બધાં કરોળિયા જાળાં નથી ગૂંથતા.
સસલું ઊંચાઈ પર ચડતી વખતે એક જ વખતે ચાર મીટર સુધીનો ઊંચો કૂદકો મારે છે.
દિલ્હીના પ્રાણી સંગ્રહાલયમાં ચાર ફૂટ લાંબી એક ગરોળી છે. જે ઝેરી નથી.
એક રીંછનું વજન ૪૦૦થી ૬૦૦ કિલો હોય છે.
જર્મનીના વૈજ્ઞાનિકોના મત પ્રમાણે ઊંદર તથા કબૂતર ડોલ્ફીન કરતાં વધારે સમજદાર હોય છે.
બિલાડી પોતાના જીવનનો અડધો ભાગ તો સૂવામાં જ પસાર કરે છે.
હિપોપોટેમસ તેના મોઢાને ચાર ફૂટની લંબાઈ સુધી ખોલી શકે છે.
હરણની પ્રજાતિમાં સૌથી મોટી પ્રજાતિ તરીકે ઓળખાતું આઈરિશ ડિયર ૭,૭૦૦ વર્ષ અગાઉ લુપ્તપ્રાય થઈ ગયું.
ગધેડાની આંખની રચના કંઈક એવી છે કે તે એકસાથે તેની આંખો વડે ચાર પગને જોવાની ક્ષમતા ધરાવે છે.
રીંછને ૪૨ જેટલા દાંત હોય છે.
મરઘીનાં બચ્ચાંની એક વારની ઉડાન ૧૩ સેકન્ડ જેટલી લાંબી હોય છે.
છછુંદર બાર કલાકમાં ત્રણસો ફૂટ ઊંડો ખાડો ખોદી શકે છે.
મગરને તેના જીવનકાળ દરમિયાન બે વાર દાંત આવતા હોય છે.
શાહુડીનું હૃદય એક મિનિટમાં ૩૦૦ વાર ધબકતું હોય છે.
સામાન્ય સાપ કરતાં કોબ્રા ખૂબ ઝડપથી કોઈ વસ્તુનો ભેદ પારખી શકે છે અને નવી વસ્તુ શીખી શકે છે.
ડોલ્ફિન એક આંખ ખુલ્લી રાખીને ઊંઘે છે.
ગોલ્ડ ફિશ ત્રણ સેકન્ડની યાદશક્તિ ધરાવે છે.
સસલાનું આયુષ્ય દસ વર્ષનું હોય છે.
વિશ્વનો સૌથી ઝડપી ચાલતો સાપ બ્લેક મમ્બા છે. જે સાત માઇલ પ્રતિ કલાકની ઝડપે ચાલે છે.
પ્રાણીજગતમાં કાચબો સૌથી વધુ આયુષ્ય ધરાવે છે.
ગોકળગાય સતત ત્રણ વર્ષ સુધી ઊંઘી શકે છે.
કેટ ફીશ ૨૭,૦૦૦ જેટલા જુદાં જુદાં સ્વાદોને પારખી શકે છે.
ગ્રે ફાઉન્ડ નામના કૂતરાની દોડવાની ઝડપ સૌથી વધુ હોય છે.
વોલરસના દાંત ૪૦ સેમી લાંબા હોય છે.
સિંહને જડબાંમાં ત્રીસ દાંત હોય છે.
મગર રંગોને ઓળખી શકતા નથી.
થાઈલેન્ડનું રાષ્ટ્રીય પ્રાણી હાથી છે.
જંગલી ઢેલ ૨૫ માઈલ પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.
 

મનની માળા અને પ્રભુની ભક્તિ

મંદિર, મુર્તિ, મંત્ર અને માળા એ ભગવાનમાં શ્રદ્ધા અને આસ્થાનાં આદિ પ્રતીક છે. મંદિર, મુર્તિ અને મંત્ર તો સમજાય છે, પણ મંત્રની સાથે માળાનું હિન્દુ ધર્મમાં બહુ ઉમદા, અતૂટ બંધન આલેખવામાં આવ્યું છે. વિવિધ પ્રકારની માળાઓ દ્વારા ભગવાનના મંત્રોનો જાપ કરવામાં આવે છે

આભૂષણ, ઝવેરાત અને દાગીના સંસારનો ભ્રામક શૃંગાર છે, પણ સાધુ-સંતો અને ભક્તનો શણગાર તો તેમના ગળામાં શોભતી રુદ્રાક્ષ, તુલસી કે અન્યની માળા જ છે. માળાના મણકામાં જપનામ રામ, શ્યામ કે ઘનશ્યામ કોઈ પણ દેવનું શુભ નામ હોય, પરંતુ તેમાં રહેલી શ્રદ્ધા માતાની મમતાની જેમ એકસમાન હોય છે. માળાની પ્રણાલિકા માત્ર હિન્દુ ધર્મમાં જ નહીં, પરંતુ અન્ય ધર્મમાં પણ છે. ઇસ્લામમાં માળાને ‘તસબીહ’ કહેવામાં આવે છે. જેમાં ૯૯ મણકા હોય છે. જોકે એક માન્યતા મુજબ ૧૦૧ મણકાની માળા પણ પ્રવર્તમાન છે, જેમાં પયગંબરોનાં નામ જોડાયેલાં છે એવી માન્યતા છે. ખ્રિસ્તીઓમાં રોમન કેથલિક સંપ્રદાયમાં ૧૫૦ મણકાની માળાનું પ્રચલન છે. અલબત્ત, રોમન સાધુઓની માળા ૧૮૦ મણકાની હોય છે. યહૂદીઓ ૩૨ અને ૯૯ મણકાની એમ બે પ્રકારની માળા પર્વ કે ઉત્સવ પ્રસંગે ધારણ કરે છે. જૈનોની માળામાં ૧૧૧ મણકા હોય છે, જેમાં ૧૦૮ મણકા પર તેઓ ‘નમો અરિહંતાણમ્’ અને બાકીના ત્રણ મણકા પર ‘સમ્યગ દર્શન-જાન ચારિત્રેભ્યો નમઃ’નો જાપ કરે છે. જ્યારે બૌદ્ધોની માળામાં ૧૦૮ મણકા જ હોય છે.

દુનિયાભરના તમામ ધર્મોમાં માળાનું વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. જ્યારે હિન્દુ ધર્મમાં તો નામજપને ધર્મનું આગવું અંગ માનવામાં આવે છે. ભગવાનના સ્મરણના શ્રેષ્ઠ સાધ્ય તરીકે માનવામાં આવતી માળાનું મહત્ત્વ ગરુડ પુરાણમાં સમજાવવામાં આવ્યું છે. ‘અસંખ્ય તન્તુ યજ્જત્પં સર્વ તદ્ અફલં સ્મૃતમ્’ અર્થાત્ તમે જે કંઈ મંત્રનો જાપ કરો છો તેની ગણતરી હોવી જ જોઈએ. ગણ્યા વગરના મંત્રજાપ નિષ્ફળ જાય છે.

પવિત્ર માળાના સર્જન પાછળની પણ કથા મળી આવે છે. આજે તો ઘર ઘર અને માણસે માણસે સાક્ષરતા છે, પરંતુ દુનિયાની ઉત્પત્તિ અને ભક્તિ-પ્રણાલીના ઉદ્ગમકાળે ચારેકોર સાક્ષરતા નહોતી. નિરક્ષરતાને કારણે જપ ગણનામાં સમસ્યા થતી. ઋષિ-મુનિઓએ છાણ, લાખ અને સિંદૂરનું મિશ્રણ કરીને એક યજ્ઞાપૂત તૈયાર કર્યું અને તેમાં ધાન્ય ભરીને કણ-ગણતરીની નિયત સંખ્યા બાંધી. કણપત્ર લઈને બધા નામજપ જપવા લાગ્યા અને આ પ્રમાણે ગણતરી અસ્તિત્વમાં આવી. તે પછી કરમાળા અસ્તિત્વમાં આવી, પરંતુ સતત ભ્રમણશીલ યાત્રિકો માટે આ બધા ઉપાયો કઠિન નીવડયા.

સતત ભ્રમણ કરતો સંસારી દેહ ભગવાનના નામનો જપ કરી શકે તે માટે માળાની રચના આવી રીતે થઈ છે તેમ માનવામાં આવે છે. વેદ-ઉપનિષદના આધારે કહેવાય છે કે, ‘અરા ઈવ રથનાભૌ સંહતા યત્ર નાડયઃ’ કમળના બીજમાં છિદ્ર પાડી, મુંજરેસાતંતુને પરોવી પ્રથમ પચીસની અંકગણના થઈ શકે તેવી માળા રચી. જેમ આરાનું કેન્દ્ર રથનાભિ હોય તેમ માળામાં એક મેરુમણિ રાખવામાં આવ્યો. હિન્દુ શાસ્ત્ર પ્રમાણે માળાની ઉત્પતિ કંઈક આવી રીતે સર્જન પામી હતી. સમયાનુકાળ અને પરિસ્થિતિ પ્રમાણે તે પછી ઇન્દ્રાક્ષ, રુદ્રાક્ષ, શંખ, સ્ફટિક, પુત્રજીવ ઇત્યાદિક માળાઓ અસ્તિત્વમાં આવી. હિન્દુ ધર્મની માળાનું સ્વરૂપ કોઈ પણ હોઈ શકે, પણ તે માળાનું નવીન સ્વરૂપ ૧૦૮ મણકાથી જ જોડાયેલ હોય છે. ૧૦૮ મણકા પાછળ ઘણી બધી કથાઓ, સ્વાસ્થ્ય, પરંપરા, નામાવલિ વગેરે જોડાયેલું છે, પરંતુ વારાહ પુરાણ પ્રમાણે ૧૦૮ મણકામાં છ વિકાર, છ ઊર્મિ, છ કોષ, છ રિપુ, દશ ઇન્દ્રિયો, ચાર અંતઃકરણ, પંચવિષય, પંચભૂત, દસ પ્રાણ, ત્રણ અવસ્થા (જાગૃત-સ્વપ્ન-સુષુપ્તિ), ત્રણ દેહ, ત્રણ ગુણ, ત્રણ કર્મ, ત્રણ અવસ્થા (બાળ-યૌવન-વૃદ્ધ), ચાર વિષય (સંકલ્પ, અધ્યવસાય, અભિમાન, અવધારણા), ચાર ભાવ (મુદિતા, કરુણા, મૈત્રી, ઉપેક્ષા), ચૌદ દેવતા, નવ ગ્રહ, જન્મ, મૃત્યુ, પુરુષ અને માયાને સાંકળી લેવામાં આવી છે. ૧૦૮ તત્ત્વોથી ઉપર રહેલો આત્મા તેનો મેરુ છે.

આજકાલ અગણિત પ્રકારની માળાઓ જોવા મળે છે. શાસ્ત્ર પ્રમાણે કમળબીજના મણકાથી માંડી રુદ્રાક્ષ, તુલસી, રક્તચંદન, ચંદન ને સામાન્ય કાષ્ઠ સુધીની કોઈ માળા સદ્ગુરુપ્રાસાદિક હોય તો તે ઉત્તમ જ છે. તે સિવાય સ્ફટિક, વૈદૂર્ય, પ્રવાલ, સુવર્ણ કે મોતીની હોય તોપણ તે અભદ્ર છે. માળા પવિત્ર છે, પણ તેના કરતાં મહત્ત્વનું અંગ મન છે. જો મનને પ્રભુના નામમાં જોડવામાં ન આવે તો માળા ફેરવવી વ્યર્થ છે.

વચલી આંગળીથી જાપ શા માટે?

યજુર્વેદ અનુસાર ‘હૃદિ તિષ્ઠદશાંગુલમ્’ અર્થાત્ ભગવાનનું મુખ્ય નિવાસ સ્થાન હૃદયપ્રદેશમાં છે. આ પ્રમાણો અનુસાર હૃદયને પ્રભાવિત કરવા માટે જાપ થાય છે, જે વચલી આંગળીની ધમનીનો હૃદયપ્રદેશ સાથે સીધો સંબંધ છે, એટલે જાપમાં એનો ઉપયોગ થાય છે.

 

વિષાદમાંથી મુક્તિ અપાવતો : કર્મયોગ

મનુષ્યમાં સાંસારિક બાબતો કે મોહને કારણે વિષાદ પેદા થતો હોય છે. વિષાદગ્રસ્ત માનવી એકાકી બની જતો હોય છે અને તેને કારણે વિષાદમાં વૃદ્ધિ થતી હોય છે. આ વિષાદને ખંખેરીને મનુષ્યે કામ પર તો ચડવું જ પડે. એટલે વિષાદની નિવૃત્તિ અર્થે કર્મયોગનું નિર્માણ થયેલું છે. કર્મ યાંત્રિક રીતે થતું તો વિશ્વમાં જોવા મળે છે. આખું વિશ્વ નિરંતર રીતે કર્મથી સંકળાયેલું છે, પણ ગીતામાં એકલો ‘કર્મ’ શબ્દનો પ્રયોગ નથી થયો, પણ કર્મયોગ શબ્દ વાપરવામાં આવ્યો છે. યોગ એટલે જોડાવવું. કર્મ કરતાં કરતાં પરમાત્મા સાથે જોડાવું. કર્મ સાથે જ્ઞાન, પછી તે સાંખ્ય કે આત્મજ્ઞાનથી પરમાત્માના જ્ઞાન સુધી જોડાવવું. આમ ગીતાના ત્રીજા, ચોથા અને પાંચમા અધ્યાય દ્વારા યોગેશ્વર શ્રીકૃષ્ણ અર્જુનને વિષાદ કે જે ભ્રામક છે, તેને ત્યજીને કર્મમાં જોડાઈ યુદ્ધ કરવા પ્રેરે છે. અલબત્ત, જગતમાં એવું ઘણી વાર જોવા મળે છે કે કર્મ પ્રવૃત્તિથી અશાંતિ થાય છે. જોકે તમે કેવા પ્રકારનું કર્મ કરો છો તેના પર પરિણામનો આધાર હોય છે. અહીંયાં ન્યૂટનનો એક્શન-રિએક્શનનો સિદ્ધાંત પણ જોવા મળે છે. સારાં કર્મનાં સારાં ફળ ને ખોટાં કર્મનાં ખરાબ ફળ મળે છે. અર્જુનના મતે યુદ્ધ કરી માનવસંહાર કરવો તે દેખીતી રીતે જોઈએ તો કુકર્મ જ ગણાય. એટલે જ સાધકો પ્રવૃત્તિમાર્ગને પણ અશાંતિનો માર્ગ કહે છે. તેઓ કર્મને બંધનકર્તા સમજે છે. કર્મ જ્ઞાન સાથે કરાય ત્યારે કર્મયોગ બને છે. બીજી બાજુ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે. માણસ કર્મ કર્યા વગર તો રહી શકતો નથી. તો પછી કર્મના બંધનથી કઈ રીતે મુક્ત થવું, તેનો ઉપાય ભગવાન અનાસક્તિ શબ્દ દ્વારા સમજાવે છે. અનાસક્તિ એટલે કર્મમાં આસક્તિ ન હોવી તે. અનાસક્ત ભાવે કરેલું કર્મ બંધનકર્તા રહેતું નથી. એક શબ્દ છે – કર્તવ્ય કર્મ, જે કર્મ આપણું સ્વધર્મ હોય, તે કરવું, કોઈ અપેક્ષા વિના કરવું. વેદોના યુગમાં આર્યો યજ્ઞા-યજ્ઞાદિ કરતા. એ યજ્ઞાનું ફળ ભગવાન પર છોડી દેતા. પરિણામે ભગવાન વણમાગ્યે જ તેમના પર આશીર્વાદ વરસાવતા. કર્મ કરવાનું પણ તે કર્મમાં આસક્તિ ન રાખવામાં આવે તો કર્મદોષ લાગતો નથી. કર્મશીલ મનુષ્ય મોટેભાગે તેમાં ભોળવાઈ જાય છે. કર્મ તો કરવાનું પણ કર્મફળનો ત્યાગ કરવાનો એટલે કે ફળની આશા વિનાકર્મ કરવાનું. કર્મથી જીવ બંધનમાં ફસાય છે અને તે જ કર્મથી બંધનને તોડીને બહાર પણ નીકળી શકે છે. જેમ કે, જે હાથથી ગાંઠ વળે છે તે જ હાથથી ગાંઠ છૂટી પણ શકે છે. ભગવદ્ગીતા સર્વસાધારણ મનુષ્યના દૈનિક જીવન સાથે વણાઈ ગયેલો ગ્રંથ છે. યોગ્ય રીતે કર્મ કરતાં કરતાં કલ્યાણને પાત્ર થઈ શકાય છે. એટલે જ ભગવત્ આજ્ઞા કે ગુરુઆજ્ઞા પ્રમાણે કર્મ કરીએ તો તે બંધનકર્તા નથી. ભગવાન શ્રીકૃષ્ણ અહીંયાં ગુરુ બનીને અર્જુનને યુદ્ધ કરવાની આજ્ઞા કરે છે. પરિણામે ન યોત્સે (હું યુદ્ધ નહીં કરું) કહેનાર અર્જુનને યોગેશ્વર સાત વખત ‘યુદ્ધસ્વ’ એટલે કે તું યુદ્ધ કર તેમ કહે છે.

 

ઝડપથી ચાલીએ ત્યારે હાથ પણ કેમ આગળ પાછળ હલાવવા પડે છે ?

તમે અદબ વાળીને ઝડપથી ચાલી શકો નહીં. ઝડપથી ચાલવું હોય તો બંને હાથ છુટ્ટા હોવા જોઈએ અને પગની સાથે સાથે આગળ પાછળ થવા જોઈએ. દોડવું હોય તો તો મુઠ્ઠીઓ વાળીને હાથ હલાવ્યે જ છુટકો. આનું કારણ જાણો છો ? આ રસપ્રદ લક્ષણ છે. આપણા શરીરનો દરેક સ્નાયુ મગજના ઈશારે કામ કરે છે. પરંતુ સ્નાયુઓ સુધી મગજના સંકેત પહોંચે તે પહેલાં ઘણી પ્રક્રિયામાંથી પસાર થાય છે. અને પગને દોડવા માટેના ફાઈનલ સિગ્નલ કરોડરજ્જુમાં પહોંચીને પગના સ્નાયુઓ તરફ જાય છે. તમે દોડો ત્યારે સ્નાયુના  ખેંચાણ વિગેરેની માહિતી પણ મગજને મળતી હોય છે. સામાન્ય ચાલતી વખતે બરાબર છે પરંતુ તમે દોડો છો ત્યારે તમારી ઈચ્છા મગજના સંકેતો કરતાં વધારાનો બોજ સ્નાયુ પર નાખે છે. મગજને આ વાતની ખબર પડે કે તરત જ જોખમ સમજીને સમતોલન જાળવવા હાથને પણ પગની સાથે આગળ પાછળ થવાનો હુકમ કરે છે. આમ પગના સ્નાયુયોનો બોજ ઓછો કરી તેને મદદ કરવા માટે મગજ આપોઆપ જ હાથને પણ સૂચના આપે છે એટલે આપણે હાથ હલાવ્યા વિના દોડી શકતાં નથી.

 

બુલેટપ્રુફ કાચ કેવી રીતે બને?

કાચ નાજુક અને બરડ વસ્તુ છે. મોટો અવાજ કે ધડાકો થાય તો પણ તેમાં તિરાડો પડી જાય. વૈજ્ઞાનિકોએ થોડા મજબૂત કાચ પણ વિકસાવ્યા છે. ટ્રક અને મોટાં વાહનોના કાચમાં બે કાચના પડ વચ્ચે પારદર્શક રબરનું પડ ચોંટાડેલું હોય છે એટલે તે કાચ તિરાડ પડે તો પણ તૂટી પડતાં નથી. પરંતુ બુલેટપ્રુફ કાચ તો નવાઈની વાત કહેવાય.
બંદુકમાંથી છોડાયેલી ધસમસતી બુલેટ કાચ સાથ અથડાય ત્યારે શું થાય છે તે જાણવું પડે. તમે ક્રિકેટ રમતા હશો. સામેથી આવતાં બોલને કેચ કરતી વખતે બે હાથ વડે બોલને રોકો છો. બોલમાં ગતિશક્તિ રહેલી છે તે શક્તિ તમારા હાથમાં ટ્રાન્સફર થાય છે અને બોલ રોકાય છે. પરંતુ આ ગતિ શક્તિ હાથને નુકસાન પણ કરી શકે. હાથમાં જાડા ગ્લોવ્ઝ આ શક્તિની અસર ઘટાડે છે પરંતુ સાથે બોલ કેચ કરતી વખતે હાથને એકાદ ઈચ પાછળ પણ ખેેંચે છે કે જેથી બોલની ગતિશક્તિ ઘટી જાય.
કાચ સાથે ગોળી અથડાય ત્યારે ગોળીની તીવ્ર ગતિશક્તિ કાચમાં પ્રવેશે છે. ગોળીની ઝડપ ઘટે અને તે કાચ તોડીને આગળ વધે. કાચ આ ગતિશક્તિને ગ્રહણ કરી શકતો નથી એટલે તૂટી જાય છે. વિજ્ઞાાનીઓએ ગતિશક્તિનું શોષણ કરી લે તેવા કાચ બનાવ્યા છે. જેમાં કાચના અનેક પડ વચ્ચે પોલીકાર્બોનેટના પારદર્શક પડ હોય છે. આ પડને લેમિનેટ કહે છે. ત્રણ ચાર કાચના પડ વચ્ચે ત્રણ ચાર પોલિકાર્બોનેટના પડ જોડાઈને બુલેટ પ્રુફ કાચ બને છે. બુલેટ આ કાચ સાથે અથડાય ત્યારે તેના આઘાત તેમજ ગતિશક્તિ પોલિકાર્બોનેટના કાચમાં એક સ્થાને કેન્દ્રિત ન થતાં ચારે તરફ વિખેરાઈ જાય છે.
બુલેટપ્રુફ કાચ ૩થી ૪ સેન્ટીમીટર જાડા હોય છે. મહાનુભાવોની કારો, બેંકો અને અન્ય સલામતીની જરૃરિયાતવાળા સ્થળે બુલેટપ્રુફ કાચનો ઉપયોગ થાય છે.

 

બગાસાં આવવાનું વૈજ્ઞાનિક રહસ્ય

આપણા શરીરની કેટલીક ક્રિયાઓ રહસ્યમય છે. કેટલીક ક્રિયાઓને વિજ્ઞાનીઓ પણ જાણી શક્યા નથી. બગાસાં પણ આવી રહસ્યમય ક્રિયા છે. તે ચેપી પણ ગણાય છે. બગાસાં વિશે વિજ્ઞાનીઓ હજુ પણ સંશોધનો કરે છે. આજ સુધી મળેલા તારણો મુજબ થાક, કંટાળો કે ઉંઘ આવવાની શરૃઆત થાય કે શરીરને આરામની જરૃર હોય ત્યારે બગાસાં આવે છે. આપણે શ્વાસમાં લીધેલી હવાનો ૧૫ ટકા જેટલો ભાગ એકલું મગજ જ વાપરી નાખે છે. દર મિનિટે એક લિટર જેટલું લોહી મગજમાં ફરતું રહે છે અને મગજને ઓક્સિજન પહોંચાડે છે. શ્વાસોચ્છવાસની ગતિ મંદ પડે ત્યારે મગજને આ પુરવઠો ઓછો થાય છે અને તે  તરત જ વધુ હવાની માંગણી કરે છે અને સિગ્નલ આપી બગાસાં લાવે છે. બગાસાં દ્વારા ઊંડો શ્વાસ લઈ વધુ હવા ફેફસામાં ભરાય છે. એક બગાસું પાંચેક સેકંડ ચાલે તેમાં ય મગજને સંતોષ ન થાય તો ઉપરા ઉપરી બગાસાં ચાલુ થઈ જાય છે. બગાસું ચેપી હોવાની માન્યતા છે. આસપાસમાં આપણી સાથે કામ કરતાં લોકોને બગાસું ખાતાં જોઈએ તો આપણને પણ થાકનો અનુભવ થાય છે અને બગાસું આવે છે. જો કે આ એક માન્યતા છે. ઉંઘ અને આરામ કર્યા પછી શરીરને ઓક્સિજનની વધુ જરૃર પડતી નથી એટલે દિવસે બગાસાં આવતાં નથી પરંતુ કંટાળાજનક પ્રવૃત્તિથી થાકી જવાય ત્યારે બગાસાં આવે છે.

 

માનવ શરીરની અજાયબી

* આપણા હાથના પંજાની એક ચોરસ ઈંચ ચામડીમાં કુલ નવ ફુટ રક્તવાહિની, ૯૦૦૦ ચેતા તંતુઓ, ૩૬ ગરમી ઓળખનારા સેન્સર, ૭૫ દબાણ ઓળખનારા સેન્સર અને ૬૦૦ જેટલા પીડા જાણનારા સેન્સર હોય છે જેને કારણે આપણે માત્ર હાથ લગાડીને ગરમી ઠંડી તેમજ વિવિધ સપાટીઓનું જ્ઞાાન મેળવી શકીએ છીએ.
* આપણા શરીરમાં તાંબુ, જસત, કોબાલ્ટ, કેલ્શિયમ, મેંગેનીઝ, નિકલ અને લોહ જેવી ધાતુઓ હોય છે. પણ તે જુદા સ્વરૃપે.
* આપણા શરીરમાં એટલો કાર્બન હોય છે કે જેની સળીઓ બનાવાય તો નવ હજાર પેન્સીલ બને.
* આપણા શરીરમાં લગભગ સાડા પાંચ લિટર લોહી હોય છે. બધું જ લોહી  એક મિનિટમાં ત્રણ વખત આખા શરીરમાં ફરી વળે છે.
* માણસ એક જ એવું પ્રાણી છે કે જે આંસુ વહાવીને રડી શકે છે.
* આંખની રેટિનામાં ૧૩ કરોડ જેટલા પ્રકાશ સંવેદક કોશો હોય છે.

 

કીમતી અને અજાયબ ધાતુ (પ્લેટિનમ)

સોના-ચાંદી ઉપરાંત પ્લેટિનમના પણ દાગીના બને છે તે જાણીતી વાત છે. પ્લેટનિમ એક મોંઘી ધાતુ છે. ચાંદી જેવી તેજસ્વી સફેદ આ ધાતુના ઘરેણાં ઉપરાંત અનેક ઉપયોગ છે. લોખંડ અને તાંબું સદીઓ પહેલાની પ્રાચીન ધાતુઓ છે પરંતુ પ્લેટિનમ ૧૮૨૦માં શોધાયેલી નવી ધાતુ છે. જો કે જૂના કાળમાંય પૃથ્વી પર પ્લેટિનમ હતી પરંતુ તેને કોઈ ઓળખતું નહોતું.
પ્લેટિનમ નરમ અને વજનદાર ધાતુ છે. તેને સહેલાઈથી ધાર આપી શકાય છે અને તાર પણ બનાવી શકાય છે. તે અન્ય રસાયણો સાથે કોઈ પ્રક્રિયા કરતું નથી એટલે નોબેલ મેટલ કહેવાય છે. જમીનમાંથી પ્લેટિનમ આર્સેનાઈડ નામના ખનિજરૃપે તે મળે છે. રશિયા, કેનેડા, ઝિમ્બાબ્વે અને અમેરિકામાં તેની ખાણો છે. એક ટન કાચી ધાતુમાંથી માત્ર ૩ ગ્રામ જેટલું પ્લેટિનમ મળે છે. એટલે તે કીમતી ધાતુ ગણાય છે. કીમતી ધાતુઓમાં પ્લેટનિમ સૌથી વજનદાર છે. સોનાની વીંટી કરતાં એટલા જ કદની પ્લેટીનમની વીંટીનું વજન બમણું થાય છે.