RSS

બગાસાં આવવાનું વૈજ્ઞાનિક રહસ્ય

12 Aug

આપણા શરીરની કેટલીક ક્રિયાઓ રહસ્યમય છે. કેટલીક ક્રિયાઓને વિજ્ઞાનીઓ પણ જાણી શક્યા નથી. બગાસાં પણ આવી રહસ્યમય ક્રિયા છે. તે ચેપી પણ ગણાય છે. બગાસાં વિશે વિજ્ઞાનીઓ હજુ પણ સંશોધનો કરે છે. આજ સુધી મળેલા તારણો મુજબ થાક, કંટાળો કે ઉંઘ આવવાની શરૃઆત થાય કે શરીરને આરામની જરૃર હોય ત્યારે બગાસાં આવે છે. આપણે શ્વાસમાં લીધેલી હવાનો ૧૫ ટકા જેટલો ભાગ એકલું મગજ જ વાપરી નાખે છે. દર મિનિટે એક લિટર જેટલું લોહી મગજમાં ફરતું રહે છે અને મગજને ઓક્સિજન પહોંચાડે છે. શ્વાસોચ્છવાસની ગતિ મંદ પડે ત્યારે મગજને આ પુરવઠો ઓછો થાય છે અને તે  તરત જ વધુ હવાની માંગણી કરે છે અને સિગ્નલ આપી બગાસાં લાવે છે. બગાસાં દ્વારા ઊંડો શ્વાસ લઈ વધુ હવા ફેફસામાં ભરાય છે. એક બગાસું પાંચેક સેકંડ ચાલે તેમાં ય મગજને સંતોષ ન થાય તો ઉપરા ઉપરી બગાસાં ચાલુ થઈ જાય છે. બગાસું ચેપી હોવાની માન્યતા છે. આસપાસમાં આપણી સાથે કામ કરતાં લોકોને બગાસું ખાતાં જોઈએ તો આપણને પણ થાકનો અનુભવ થાય છે અને બગાસું આવે છે. જો કે આ એક માન્યતા છે. ઉંઘ અને આરામ કર્યા પછી શરીરને ઓક્સિજનની વધુ જરૃર પડતી નથી એટલે દિવસે બગાસાં આવતાં નથી પરંતુ કંટાળાજનક પ્રવૃત્તિથી થાકી જવાય ત્યારે બગાસાં આવે છે.

 

Leave a comment