RSS

Monthly Archives: July 2013

Quote

શું તમને લાગે છે કે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બનશે ? જણાવો

 

સ્કૂટર કે કાર ચલાવતાં તમે અકસ્માત કરી બેસો ત્યારે શું કરવું?

થોડાં  વરસ પૂર્વે એક ગુજરાતી નાટક  અકસ્માતમાં શૈલેષ દવે અને પદ્મારાણી પતિ-પત્ની હોય છે. તેમન રોહીત નામનો પુત્ર હોય છે. ખૂબ જ પ્રેમાળ દંપત્તિ છે. પણ એક વખત જ્યારે પદ્મારાણી પિયર ગઈ હોય છે ત્યારે બેંકમાં ડેવલપમેન્ટ ઓફીસર તરીકે કામ કરતા શૈલેષદવે તેની ઓફિસની સેક્રેટરીને લઈ  મોટરકારમાં ફરવા નીકળે છે. અંધારી રાતે સખત વરસાદ હોય છે. એક સાયક્લીસ્ટ સાથે મોટર અફળાઈ જાય છે. સાયક્લીસ્ટ ફેંકાઈ જાય છે. શૈલેષ દવે ગભરાઈ જાય છે. તેની માનવતા ઈચ્છે છે કે તે સાયકલ સવારને ઊંચકીને હોસ્પિટલમાં લઈ જાય પરંતુ તેની સાથેની સેક્રેટરી ના પાડે છે એટલે સાયક્લીસ્ટને પડતો મૂકીને કાર ભગાવી મૂકે છે પછી ખબર પડે છે કે તેને મોટરની અડફેટમાં આવી ગયેલોે સાયક્લીસ્ટ તો તેનો જ પુત્ર રોહીત છે. ઉપરનો દાખલો બતાવી આપે છે કે માનવતાની દ્રષ્ટિએ મોટરના અકસ્માતમાં કોઈ બીજી વ્યક્તિ  અડફેટે આવી જાય ત્યારે ગભરાયા વગર સાચી પરિસ્થિતિનોે સામનો કરવાથી કોઈનો જીવ બચી જાય છે. જો શૈલેષ દવે મોટરનોે અકસ્માત કરીને ભાગી જવાને બદલે સાયક્લીસ્ટને હોસ્પિલમાં  લઈ ગયા હોત તો તેનો પુત્ર બચી જાત. કાનુનની દ્રષ્ટિએ પણ ભાગી જનાર વધુ ગુનેગાર બને છે.
મોટર અકસ્માત થાય તે સ્વાભાવિક છે. પરંતુ કારના અકસ્માત વખતે બિલકુલ ગભરાઈ જવાની જરૃર નથી. જાણીતા એડવોકેટ   તેમના  પુસ્તકમાં લખે છે કે કેટલીક વખત ન્યાયાધીશો, અને ખુદ પોલીસ ઓફિસરો પણ અકસ્માતમાં કોઈને ઘાયલ કરીને ગભરાટમાં આવી જાય છે. ઘણી વખત એવું બને છે કે જ્યારે અકસ્માત થાય ત્યારે મોટર ચલાવનાર તરીકે તમારા ખિસ્સામાં લાયસન્સ ન હોય. તમે લાયસન્સ ઘરે ભૂલી ગયા હો તે પણ કુદરતી છે. તમે  તમારા  ઘરથી દૂર હોકે એવે સ્થળે પણ હો  કે તમને એ વિસ્તારમાં કોઈ  જાણતું પણ ન હોય એમ છતાં અકસ્માત થાય  ત્યારે નીચેની વાતો ધ્યાનમાં રાખો.
(૧) કદી જ અકસ્માતના સ્થળને છોડીને ભાગી ન જાઓ કદાચ આજુબાજુના લોકોનું મોટું ટોળું તમારા ઉપર આક્રમણ કરે તેવું લાગતું હોય ત્યારે જ છેલ્લા ઉપાય તરીકે તમે સ્થળ છોડો તે વ્યાજબી છે પણ તેવું કરીને પણ સ્થળ છોડીને ઘરે જવાને બદલે તમારે નજીકના પોલીસ સ્ટેશને જવું જોઈએ અને હકીકત કહેવી જોઈએ.
(૨) કોઈ દિવસ અકસ્માત સ્થળે ભેગા થયેલા ટોળાનાં લોકો સાથે દલીલબાજી ન કરો.  કોઈ તમારો દોષ કાઢે ત્યારે સ્પષ્ટ કહો. ”જુઓ ભાઈ હું અહીંથી ભાગી જતો નથી. ઊલટાની આ ઘાયલ વ્યક્તિને દવાખાને લઈ જવામાં હું તમારી મદદ ઈચ્છું છું. તમારામાંથી કોઈ મારી સાથે આવો  દલીલ કરવા જતાં ગાળાગાળી થાય છે અને તેમાંથી મારામારી થાય છે.
(૩)  તમારા જ દોષ માટે તમે ન્યાયાધીશ ન બનો. તમે એવું ન માનો કે ”હું દોષિત નથી એ માણસ દોડીને અડફેટમાં આવ્યો મારે શું કામ પોલીસને રિપોર્ટ કરવો? આવું કદી  ન વિચારો.
(૪) ગભરાટમાં આવી જઈને પોલીસને કંઈ પૈસા ન આપો અગરતો બીજી કોઈ વ્યક્તિનુ મોઢું દબાવવા પણ પૈસા ન આપો. એમ કરવાથી તમે ગુનો કબૂલી લીધો છે એવું ગણાય.
(૫) જે વ્યક્તિ ઘાયલ થઈ હોય તેને ઊંચકીને કારમાં નાંખો અને જલદી નજીકની હોસ્પિટલમાં લઈ જઈને તુરંત નજીકના પોલીસ સ્ટેશને  ફોનથી ખબર આપો. રૃબરુ હોય તો  લખીને ખબર આપો. તમે આપેલા કાગળની નકલ ઉપર પોલીસની સહી લો.
(૬) આટલું કરીને તુરંત તમારા વકીલને ખબર જાપો તમારા વકીલનો ફોેન નંબર કારગેરેજ મિકેનિકનો નંબર  હમેશાં ખિસ્સામાં રાખો.
(૭) પોેલીસ  ઓફિસરર સાથે શાંતિથી અને પ્રમાણિકતાથી વાત કરો. આ નૈતિક સલાહ નથી. આ વ્યવહાર સલાહ છે કારણ કે તમે પોલીસને જે કાંઈ કહો તે કાંઈ કોર્ટમાં પુરાવા તરીકે રજૂ થવાનું નથી.
(૮) આટલું બન્યા પછી શાંતિ ચિત્તે રજિસ્ટર્ડ પોેસ્ટથી એક્નોલોજમેન્ટની રસીદ સાથે વિમા કંપનીને કાગળ લખો અને તેમાં અકસ્માતનું સ્થળ સમય અને અકસ્માતનું વર્ણન લખો. જે વાહનને અકસ્માત નડયો  હોય. તેનો નંબર લખો. જેને વાગ્યું હોેય તેવી વ્યક્તિના નામો  લખો. ઉપરાંત ક્રાઈમ રજિસ્ટ્રેશન નંબર (પોલીસ એન.સી.) પોલીસ સ્ટેશનનું નામ અને ઈન્વેસ્ટિગેશન કરનારા ઓફિસરનું નામ લખો.  ઈન્સ્યુરન્સ કંપનીને કાગળ લખતી વખતે આ બધી વિગત તમારી પાસે ન હોય તો તે રીતે કંપનીને જણાવી દો. અને કહો કે બીજી વિગતો મળતાં તમે તુરંત જણાવશો. તમારી કાર અને તેમાં રાખેલી ચીજોને નુકસાન થયું હોય  તેનું વર્ણન પણ લખો.
જો તમારી કારનો અકસ્માત બીજી કાર સાથે થયો હોય તો કારની બહાર આવીને કારના માલિક કે ડ્રાયવર સાથે  દલીલબાજીમાં ન ઊતરતાં શાંત રહો. બંને માલિકો કે  ડ્રાયવરોએ એકબીજાના સરનામાં અને કાર નંબર લઈ લેવા જોઈએ અને બંનેની ઈન્સ્યુરન્સ કંપનીના નામ લખી લેવા જોઈએ. તમે ભૂલ કહી હોય કે નહીં પણ સામા વ્યક્તિ તમારી વીમા કંપનીનું નામ અને કારણો રજીસ્ટ્રેશન નંબર વગેરે પૂછી શકે છે. તમારો પણ તેવી વિગતો માગવાનો હક્ક છે.
જે ડ્રાઈવર ન હોય એટલે ધંધાદારી ડ્રાયવર  ન હોય તેવા માલિક મોટર ચલાવતા હોય તેના ખિસ્સામાં હમેશાં લાયસન્સ હશે જ તે બનવા જોગ નથી. વળી ઈન્સ્યુરન્સ સર્ટીફિકેટ કે રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ પણ તેની સાથે ન હોય તે બનવા જોગ છે. જો અકસ્માત થયો કે ન થયો હોય અને કોઈ ઓફિસર કે પોલીસ ઓફિસર કે આર.ટી.ઓ. તરફથી ઈન્સ્યુરન્સ સર્ટીફિકેટ કે લાયસન્સ કે રજીસ્ટ્રેશન સર્ટીફિકેટની માગણી થાય તો  તમારે    ગભરાવાની જરૃર નહોતી. તમે કહી શકતા હતા કે અત્યારે મારી પાસે લાયસન્સ નથી. ૧૦ દિવસની અંદર તમે લાયસન્સ કે સર્ટિફિકેટ બતાવી શકતા હતા. પણ  હવે તમારે ફરજીયાત તમારું લાયસન્સ તમારી સાથે રાખવું પડે છે. તમારા ડ્રાયવરે પણ હમેશાં લાયસન્સ સાથે જ રાખવું  જરૃરી છે. ઉપરાંત ડ્રાયવરે તોે રજીસ્ટ્રેશન બુક અને ઈન્સ્યુરન્સ સર્ટીફિકેટ સાથે જ રાખવું જોઈએ. મોટર વ્હિકલ ધારાની કલમ ૮૬ (૩) પ્રમાણે આ વાત ડ્રાઈવર માટે ફરજિયાત છે.
ભૂતકાળમાં કાનૂની જોેગવાઈ થોડી ઢીલી અને વ્યવહારુ હતી. બીજા શબ્દોમાં તમે મુંબઈના કાયમી નિવાસી હો અને તમે અમદાવાદ બાજુ કાર લઈ ગયા હો તો ત્યાં  કહી શકતા હતા કે ”અત્યારે મારી પાસે લાયસન્સ નથી. હું  સાંતાક્રુઝ રહુ છું ત્યાંના નજીકના પોલીસ સ્ટેશને હું ૧૦ દિવસમાં લાયસન્સ રજુ કરીશ. મને તમારું નામ અને પોલીસ સ્ટેશનનું સરનામું આપો. એ પછી મુંબઈ પહોેંચીને અને સાંતાક્રુઝ પોલીસ સ્ટેશને તમારે લાયસન્સ અને બીજા સર્ટીફિકેટ બતાવવા જોઈએ અને તમારે પોેલીસને  કહેવું જોઈએ કે તેેની સ્ટેશન ડાયરીમાં આ વાતની નોેંધ લેવામાં આવે એ પછી  અમદાવાદ ના પોલીસ સ્ટેશને સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનની ડાયરીની નોંધ લખો અને સાંતાક્રુઝવાળાને વિનંતી કરો કે તે પણ અમદાવાદ લખે. આ સગવડનો લાભ નવા ધારા પ્રમાણે પાછો ખેંચી લેવાયો છે. હવે મોટરકારના માલિકે પણ ડ્રાયવર લાયસન્સ સાથે જ રાખવું પડે છે.
જો તમારી સાથે લાયસન્સ ન હોય તો તમારા ગુના અંગે  તમે જામીન પર છૂટી શકો છો. પરવાના વગર ગાડી ચલાવવા બદલ તમને જેલમાં પુરી ન શકાય. તમારે પોલીસ સ્ટેશને અમુક ડિપોઝીટ મુકવાની રહે છે. મોટર ડ્રાયવરની કેટલીક ફરજો છે તેનોે પણ તેને ખ્યાલ હોવો જોઈએ દાખલા તરીકે ઃ
૧. અકસ્માત થયો હોય ત્યારે આ વ્હિકલવાળોે નામ સરનામું માગે તો આપવું. પોલીસ  ઓફિસરને પણ તમારે નામ અને સરનામુ આપવું જોઈએ.
૨. કોઈ ભડકે તેવું પ્રાણી લઈને કોઈ જતો હોય ત્યારે બળદ, ગાય કે ભેંસ વગેરેનો માલિક તમને કાર અટકાવવા કહેતો  કાર અટકાવવી જોઈએ. કારમાં અકસ્માત થાય તો  જખમી વ્યક્તિને તબીબી સારવાર આપવી જોઈએ. અકસ્માત માટે તમે જવાબદાર ન હોતો પણ આ કરવું જોઈએ. અકસ્માતનો રિપોર્ટ નજીકના પોલીસ સ્ટેશને આપવો જોઈએ.  કોઈ પોલીસ સ્ટેશન કદી બંધ રહેતું નથી. તમે જલદીમાં હો તો પોલીસને તમારે રજિસ્ટર એ.ડી.થી કાગળ  લખી નાખવો. તમે પોેલીસ સ્ટેૅશનને ટેલિફોન કરીને પણ જણાવી શકો છો.
તમારી બેદરકારીથી કારના અકસ્માતમાં કોઈ મરણ પામે તો તે ગુનો બને છે. આટલા ગુના માટે પણ મહત્તમ બે વર્ષની કેદ થાય છે. આ ગુનાની ધરપકડ સામે જામીન ઉપર છૂટી શકાય છે. દંડ જોઈને તમે જરૃર કબૂલ કરશો કે અકસ્માત કરીને ભાગી જવું યોગ્ય નથી. તમારા અકસ્માતથી કોઈ મરી જાય અને તમારી પાસે લાયસન્સ ન હોય તો પણ તમે જામીન ઉપર છૂટી જ શકો છો. કારના માલિકે ચોરી,  હુલ્લડ, આગ, અકસ્માત અને બીજાએ પહોેંચાડેલા અકસ્માત સામે વિમો લેવો જોઈએ. ટેપરેકોર્ડર વગેરે ચીજોને પણ વિમો લાગુ કરાવવો હોય તો આર.ટી.ઓ.  ઓફિસોમાં વિમો મેળવી આપનારા દલાલો હોય છે. વિમો ન ઊતરાવવો તે પણ એક ગુનોે છે. પોલીસને  અકસ્માતની જાણ ન કરવી તે પણ ગુનો છે. અકસ્માતમાં ઘાયલ થયેલાની સારવાર ન કરવી તે પણ ગુનો છે. નંબર પ્લેટ સાફ ન હોય તે ગુનોે છે.  આલ્કોહોલ પીધા પછી ડ્રાઈવીંગ કરવું, બીજા વાહન સાથે રસ્તા ઉપર રેસમાં ઉતરવું, વિમા વગરની ગાડી ચલાવવી કોઈપણ કારના  માલિકની મંજૂરી વગર જોય-રાઈડ ખાતર મોટર ચલાવવી,  મોટરકારના માલિકની રજા વગર ગાડીમાં પ્રવેશીને ગાડીના યંત્ર સાથે ચેડાં કરવા વગેરે પણ ગુનો  બને છે. ૧૯૭૭ પહેલાં દારૃ પીને ગાડી ચલાવનાર પકડાય તો પોેલીસે  પુરાવો રજુ કરવો પડતો હતો પણ જો હવે  ડ્રાઈવીંગ કરનારના લોહીમાં સ્હેજ પણ આલ્કોહોલ માલુમ પડે તો તેના ઉપર મોટર વ્હિકલ ધારાની કલમ ૧૧૭ મુજબ કામ   ચલાવી શકાય છે. ફિલ્મ અભિનેતા સલમાન ખાન સામે આ જ ધારા હેઠળ કાનુની કારવાઈ થઈ રહી છે.  જે લોકો વાહનના અકસ્માતમાં સપડાયા હોય તેમણે પોતાને થયેલા નુકસાન બદલ ૬ મહિનાની અંદર વળતર માટે દાવોે નોેંધાવવો જોઈએ. અકસ્માતમાં માણસ મરી ગયો હોય તો તેના કાનુની પ્રતિનિધિ પણ દાવો નોેંધાવી શકે છે. જો કે  કોર્ટ તરફથી આ છ મહિનાની મર્યાદામાં છૂટ  આપી શકાય છે.  ક્લેઈમ માટેની સ્ટેમ્પ ફી  ક્લેઈમની રકમ પ્રમાણે હોય છે. ડ્રાઈવરે ગાડી ચલાવવામાં બેકાળજી દર્શાવી હતી તે ઘાયલ થયેલા માણસે સાબિત કરવું જોઈએ. વિમો ઉતરાવ્યો હોય અને તે કોમ્પ્રીહેન્સીવ વિમો હોય તો જખમાયેેલ  વ્યક્તિને અપાતું વળતર વિમા કંપની આપે છે. જો વાહનનો વિમો ન ઉતર્યો હોય તો મોટર એક્સીડન્ટ ક્લેઈમ્સ ટ્રીબ્યુનલ વળતરની રકમ નક્કી કરે છે.  કોઈ માણસ જખમી થાય તો કાર ડ્રાયવરને બે વર્ષની કેદ થઈ શકે છે. પણ  આ બાબતમાં  કોેર્ટ ભાગ્યે જ આવી સજા કરે છે. રાહદારીને અકસ્માતમાં ઈજા કરવા બદલ ડ્રાયવર ઉપર સીવીલ અને ક્રિમીનલ બંને કોેર્ટમાં કેસ ચાલી શકે છે. આટલું જાણ્યા પછી હવે સ્કુટર કે મોટર કાર ચલાવનારા લોકો ધ્યાન રાખે કે તમે તમારું વાહન હંકારતા હો ત્યારે રસ્તે-ચાલતા સમાજના બીજા રાજ્યો પ્રત્યેની તમારી જવાબદારી ભૂલી જવી ન જોઈએ.

 

જિંદગી એ તો અનુભવનું ઝવેરાત છે !

1351340001_Ravi--4મારા ઘરની નજીક આવેલા વિશાળ ઉદ્યાનમાં લટાર મારતી વખતે એમાં વ્યાયામના જુદાં જુદાં સાધનો પર દ્રષ્ટિ ફરી વળે છે. હીંચકા, ચગડોળ, પુલઅપ્સ જોતાં મનમાં એવો વિચાર આવે છે કે માનવી જિંદગીની જે લટાર લગાવે છે, તેમાં ક્યારેક ચગડોળના જેવી સતત ફેરફુંદરડી ફર્યા કરતો હોય છે. ક્યારેક પ્રગતિ કે પ્રસિદ્ધિ મેળવવાના મરણિયા પ્રયાસરૃપે એ વારંવાર પુલઅપ્સ કર્યે જતો હોય છે, તો ક્યારેક એ રોલર કોસ્ટરની જેમ જિંદગીમાં ઊંચે જતો હોય છે અને પછી એકાએક જોરથી નીચે પડતો હોય છે. ફરી પાછો એ ઉંચો જાય છે.

અબ્રાહમ લિંકનની જિંદગીમાં આવેલી ચડતી-પડતી કેટલાને યાદ છે ? જિંદગીમાં આવા ઉતારચઢાવ સતત આવ્યા કરે છે. આખી જિંદગીની વાત તો દૂર રહી, પણ જિંદગીની અમુક અવસ્થાઓમાં પણ ભાવોની આવી ભરતી- ઓટ આવતી હોય છે. બાળપણની મુગ્ધતા, યુવાનીનું કાયાકર્ષણ અને બુઢાપામાં દેખાતું જગત તદ્દન ભિન્ન હોય છે. એક અર્થમાં કહીએ તો આપણે આપણા જીવનમાં ભાવ, તરંગ, વિચાર કે આદર્શના આગળ પાછળ હીંચકા સતત ખાતા હોઈએ છીએ અને ત્યારે મનમાં એ વિચાર આવે કે આ જિંદગીમાં કઈ વસ્તુ યાદ રહે છે અને કઈ વિસ્મૃતિની ગર્તામાં ફેંકાઈ જાય છે !
આજથી પચાસ વર્ષ પૂર્વે જીવતા માનવીને મન આજીવિકા માટેનો ઉદ્યમ એ જીવનના અનેક વિભાગોમાંનો એક વિભાગ હતો. એમાં સામાજિક ઉત્સવો, પરસ્પરના સંબંધો, કૌટુંબિક સંપર્કો ને વાર તહેવારની ઉજવણી પણ આજીવિકાની સાથોસાથ મહત્ત્વનું સ્થાન ધરાવતા હતા. એ પછીના સમયમાં બીજી બધી બાબતોનું મહત્ત્વ ઓછું કરીને આજીવિકાને પ્રાધાન્ય આપવામાં આવ્યું અને આજના યુગમાં આજીવિકાને કેન્દ્રસ્થાને રાખીને સમગ્ર જીવનની ગોઠવણ કરવામાં આવી. તેથી આજના યુવાનને તમે પૂછો કે જિંદગીમાં મહત્ત્વ શેનું ? તો એ કહેેેશે કે જિંદગીમાં સૌથી વધુ મહત્ત્વ પૈસાનું. પૈસા હોય તો જીવાય અને પૈસા હોય તો પાંચમાં પૂછાઈએ. પરંતુ આપણી જિંદગીને વ્યાપક સંદર્ભમાં વિચારીએ કે શું આપણે જીવનમાં સતત, રાત-દિવસ, ક્ષણે ક્ષણે પૈસાને જ યાદ કરીએ છીએ ? કે પછી સમય જતા એ પૈસાને ભૂલીને એની સાથે સંકળાયેલા કોઈ પ્રસંગ, બનાવ કે અનુભવને યાદ કરીએ છીએ.
તમે બારમા ધોરણમાં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા તે સમયને યાદ કરાવું, તો તમે એ યાદ નહીં કરો કે હાયર સેકન્ડરીમા ઉચ્ચ ગુણ મેળવવા માટે તમે કેટલી રાતોના ઉજાગરા કર્યા હતા, કેટલા ટયુશન ક્લાસ ભર્યા હતા, ખૂબ મોટી રકમ આપીને કેટલા પ્રાઇવેટ ટયુશન માટ પ્રોફેસરો રાખ્યા હતા. એ ય યાદ નહીં આવે કે પરીક્ષા વખતે તમને ખૂબ ટેન્શન થયું હતું અથવા તો ઘરનું આખું ય વાતાવરણ પરીક્ષાકેન્દ્રી બની ગયું હતું.
આ બધું તમને પાંચેક વર્ષ પછી યાદ આવશે ખરું ? સહેજે નહીં, તમારા મનમાં તો એ જ સ્મૃતિ જળવાઈ રહેશે કે જ્યારે તમારું પરિણામ આવ્યું અને તમે સુંદર ગ્રેડ મેળવ્યો, ત્યારે તમારા દાદા- દાદીએ કેટલા વાત્સલ્યથી આશીર્વાદ આપ્યા હતા, મમ્મી કેટલા આનંદથી તમને વળગી પડી હતી અને પપ્પા નજીક બોલાવીને કેટલા ભાવથી ભેટયા હતા. અગાઉના સઘળા દ્રશ્યો સ્મૃતિમાંથી ચાલ્યા જશે પણ આ દ્રશ્ય, આ અનુભવ હંમેશા સ્મરણીય રહેશે.
પહેલીવાર સ્કૂટરની ખરીદી કરી કે મોટર લાવ્યા ત્યારે થોડા પૈસા ખૂટતા હતા તે માટે લોન મેળવવા પ્રયાસ કર્યો, લોન મેળવવા માટે બેંકના કેટલાય ધક્કા ખાધા. એ પછી કયા મોડેલનું સ્કુટર કે મોટર લેવાય તેની ચર્ચા ચાલી, થોડા લોકોની સલાહ પણ લીધી અને આખરે તમે સ્કુટરકે મોટર મેળવવામાં ‘વિજય’ હાંસલ કર્યો, પરંતુ ત્રણેક વર્ષ બાદ તમારા મનમાં એક જ સ્મૃતિ રહેશે કે પહેલીવાર સ્કુટર પર બેઠા ત્યારે હૈયું કેવું હરખાયું હતું ! પહેલીવાર નવી મોટરે ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે સમગ્ર પરિવારે કેવો આનંદ અનુભવ્યો હતો અને બધા સાથે મળીને મંદિરમાં હોંશે હોંશે દર્શન કરવા માટે ગયા હતા.
જિંદગીમાં પૈસાની સ્મૃતિ ટકતી નથી, વસ્તુની યાદ જળવાતી નથી પરંતુ એમાંથી થયેલો કોઈ અનુભવ એ જિંદગીભર તમારી સાથે જડાયેલો અને જોડાયેલો રહે છે.
પિતાને હાર્ટએટેક આવે. એમને તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડવા પડે, મોંઘી સારવાર આપવી પડે, નિષ્ણાત ડૉક્ટરોની મોટી ફી ચૂકવવી પડે, હોસ્પિટલના રૃમનું ભાડું આપવું પડે, મેડિકલ ટેસ્ટ કરાવવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડવું પડે, પાર વિનાની દોડાદોડી થાય, ચિંતા થાય, પૈસા ખર્ચાય અને અંતે કોઈ કુશળ ડૉક્ટરના પ્રયાસને પરિણામે પિતા હેમખેમ ઘેર પાછા આવે તો આપણે શું યાદ કરીશું ? દવાઓના બિલને યાદ નહીં કરીએ, થયેલા ખર્ચને કે વીમાની કેટલી રકમ મળશે તેને પણ યાદ નહીં કરીએ, આપણે માત્ર જીવતદાન આપનારા ડૉક્ટરને યાદ કરીશું. ઘેર કોઈ મળવા આવે તો પહેલા એણે કેટલી દોડાદોડી કરી કે કેટલી રકમ ચૂકવી એની વાત કરવાને બદલે ડૉક્ટરે પિતાનો જીવ બચાવવા માટે કરેલી કોશિષોનું બયાન કરીશું.
પૈસાને જ પરમેશ્વર માનનારા આ સમાજને મારો સવાલ છે કે એને યોગ્ય સંદર્ભમાં જોવાની જરૃર છે, કારણ કે જીવનમાં પૈસો યાદ રહેતો નથી, કિંતુ એમાંથી પ્રાપ્ત થયેલો અનુભવ મનમાં ટકે છે. એક કૃત્રિમ પગ નખાવવા માટે કેમ્પનુ આયોજન કર્યું હતું. ગામડામાં વસતો લાકડાની ઘોડીના સહારે ચાલતા એક ગરીબ બાળકના બંને પગે આ કૃત્રિમ પગ લગાડવામાં આવ્યો. એણે પહેલીવાર ધરતી પર પગ મૂકવાનો રોમાંચ અનુભવ્યો અને એ જે આનંદભેર મને ભેટી પડયો એ દ્રશ્ય હંમેશા મનમાં જડાઈ રહ્યું છે. એ કેમ્પની પાછળ ખર્ચેલા નાણાં, કરેલી મહેનત, વિશાળ આયોજન એ સઘળું ભૂલાઈ ગયું.
કોઈ શિક્ષકની સૌથી મોટી કમાણી કઈ ? શિક્ષક એ દુનિયાનો સૌથી મોટો ઇન્વેસ્ટમેન્ટ કરનાર છે. એ એના વિદ્યાર્થીઓમાં એક ઇન્વેસ્ટમેન્ટ કરે છે કે વિદ્યાર્થી એને હજારો માઇલ દૂર ક્યાંક મળે, કોઈ સરકારી કચેરીમાં મળે કે પછી કોઈ સમારંભમાં મળે ત્યારે એની આંખમાં પોતાના શિક્ષક પ્રત્યે અનરાધાર સ્નેહ વરસતો હોય છે, શિક્ષકને મળતું આવું સદ્ભાગ્ય બીજા કોઈ વ્યવસાય કરનારને મળતું નથી.
તમે શિક્ષક હો, તો તમારી જિંદગીમાં કેટલા ઇન્ક્રીમેન્ટ મળ્યા, કેટલો પગાર વધ્યો, કેટલું ડી.એ. મળ્યું, નેકની ટીમ આવવાની હતી ત્યારે કેટલી તૈયારી કરી – એ બધું ભૂલાઈ જશે. પણ તમારા વિદ્યાર્થીનો એ સ્નેહ એક અનુભવરૃપે હૃદયસ્થ બની રહેશે. એ પ્રેમમાંથી હૃદયને જે આનંદનો પુરસ્કાર પ્રાપ્ત થાય છે, તે ટયુશનોથી કરેલી લાખોની વેપારી કમાણી કરતાં વધુ મહત્ત્વનો છે.
વ્યકતિ ક્યારેક આર્થિક ભીંસ અનુભવતી હોય છે અને સમય જતાં એ ઘણી સંપત્તિ એકઠી કરે છે. આર્થિક ભીંસના દિવસોમાં એણે ઘણું સહન કર્યું હોય છે. તંગીમાં જીવન ગુજારવું પડયું હોય છે, ઘણી ચીજવસ્તુઓ વિના ચલાવી લેવું પડયું હોય છે. એ પછી નસીબ આડેનું પાંદડું ફરતા એ ધનવાન થાય છે. એની સંપત્તિમાં વધુ ને વધુ વૃદ્ધિ થતી જાય છે. તંગીના દિવસોમાં જે મેળવી શક્યો નહોતો, એ સઘળું મેળવે છે.
પહેલા સ્કૂટરના પેટ્રોલના ખર્ચની ચિંતા થતી હતી, હવે બે-ત્રણ મોટરો રાખતો હોય છે. આવી વ્યક્તિને તમે થોડા વખત પછી પૂછો કે તારી જિંદગીમાં તને શું યાદ છે તો એ કહેશ કે હજી હું મારા અભાવના એ દિવસો ભૂલ્યો નથી. એવો વસવસો પણ કરશે કે આજે બધું છે, છતાં પરસ્પર પ્રેમ વહેંચવાનો સમય નથી. એ જમાનામાં ઘણું ઓછું હતું, તેમ છતાં બે ભાખરી હોય ત્યારે અમારા વચ્ચે મીઠો ઝઘડો થતો. પતિ પત્નીને કહેતો હતો કે, ‘તું આ ખાઈ જા’ અને પત્ની કહેતી કે, ‘તમને મારા સમ, તમે આ ખાઈ જાવ.’ વ્યક્તિ જ્યારે પોતાના જીવન વિશે વિચારે ત્યારે એને શું યાદ આવશે ?
એ દિવસો ગયા પણ એ અનુભવ અને આનંદમાં તરવરતો રહેશે. એની આંખો સમક્ષ એ વહાલભર્યું ચિત્ર ઉપસ્યા કરશે એમાંથી પ્રગટતો પ્રેમ એના હૈયાને ભીનું- ભીનું કરી નાખશે અને મનમાં એવો અહેસાસ પણ થશે કે આજે જીવનમાં બધું જ છે છતાં ક્યાં કોઈ જીવનના આનંદનો અનુભવ છે. જે સમયે કશું નહોતું, એ સમયે પણ જિંદગીની કેવી મોજ હતી, મસ્તી હતી અને એના એ દિલમાં જડાઈ જશે. એ વૈભવની વચ્ચે જીવતો હતો, તેમ છતાં દરિદ્ર અવસ્થાનો એનો અનુભવ સૌથી યાદગાર અનુભવ બની જશે.
 

માણસે જાતને પૂછવા જેવો પાયાનો સવાલ

મારે જીવનને માત્ર ‘ચાલ’ બનાવવું છે કે યાત્રા?

 

એક યુવકને તેના લગ્ન પછી તેનો એક મિત્ર પૂછે છે ઃ ”યાર, જીવનમાં સુખી થવાનો મોકો મળ્યો છે. આનંદમાં રહેજે.” પેલો યુવક નિરુત્સાહિત ભાવે કહે છે ઃ ”ખુશ રહેવાનું મારા એકલાના હાથમાં થોડું છે! એક હાથે તાલી ન પડે. છતાં જોઇશું.. પરણ્યા એટલે દામ્પત્યનું બંધન તો નિભાવવું જ પડશે!”
* નોકરીના ઈન્ટરવ્યૂ માટે ગએલા ઉમેદવારો પૈકી એક ઉમેદવાર અન્ય રૃઆબદાર વસ્ત્રસજ્જ ઉમેદવારોને જોઇને મનોમન હતાશા અનુભવવા લાગ્યો. શું હું ઈન્ટરવ્યૂ કમિટિના સભ્યોને પ્રભાવિત કરી શકીશ? તેમ છતાં મારે ઈન્ટરવ્યૂ તો આપવો જ છે. અને પોતાના નામનો કૉલ આવે તેની રાહ જોઇ બેસી રહ્યો.
ઈન્ટરવ્યૂ કમિટિનો ચૅરમેન ખૂબ જ ચતુર હતો. તેણે ઈન્ટરનલ સ્પીકર દ્વારા ઉમેદવારોનાં નામ જાહેર કરવા માંડયાં. આવેલા બધા જ ઉમેદવારો દેશ-દુનિયા, ફિલ્મી હીરો-હીરોઇનની ચર્ચામાં મશગૂલ હતા. એટલે તેમના નામની જાહેરાત થયા છતાં તેઓ ધ્યાન આપી શક્યા નહીં. પરંતુ પેલા ઉમેદવારે હતાશા ખંખેરી નાખી હતી અને સ્વસ્થતાપૂર્વક પોતાના નામની જાહેરાતની પ્રતીક્ષા કરી રહ્યો હતો. એનું નામ જાહેર થયું કે તરત જ ચૅરમેનની કેબીનમાં પહોંચી ગયો. ચૅરમેને કહ્યું ઃ ”કોંગ્રેચ્યૂલેશન, યુ આર સિલેકટેડ”. અને પ્યૂનને કહ્યૂં કે બાકીના ઉમેદવારોને કહો કે હવે તેઓ જઇ શકે છે! ઈન્ટરવ્યૂ પૂરા થઇ ગયા.
યુવાનો ઉશ્કેરાયા. એમને લાગ્યું કે લાગવગથી પેલા ઉમેદવારને પસંદ કરી લીધો છે. તેઓ ચૅરમેનની કેબીનમાં ધસી ગયા. ચૅરમેને ઈન્ટરવ્યૂની પોતે કરેલી પ્રક્રિયા સમજાવી. ત્યારે પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન ન આપનાર બાકીના ઉમેદવારોને પસ્તાવો થયો ઃ આપણે પણ આપણા લક્ષ્ય પર ધ્યાન આપ્યું હોત તો?
હવે પેલા નવપરિણીત યુવાનની વાત. એણે લગ્ન તો કર્યું, પણ દામ્પત્ય જીવનમાં એને શ્રદ્ધા નહોતી. જિંદગીમાં ખુશીનાં ફળ આપોઆપ ઊગી જશે, એમ માની પોતાના જીવનને પ્રસન્ન બનાવવા કે રાખવામાં પોતાની કશી જ ભૂમિકા નથી, એમ માની નિરાશાજનક દ્રષ્ટિકોણ ધરાવતો હતો. જે સુખને સન્માન નથી બક્ષતો, સુખ એને સન્માન નથી આપતું.
માણસની મોટી મુશ્કેલી એ છે કે એ પોતાના લક્ષ્યનું નિર્ધારણ યોગ્ય રીતે કરી શકતો નથી. અર્જુનની જેમ એની નજર સંપૂર્ણપણે પોતાના લક્ષ્ય પર કેન્દ્રિત નથી હોતી એટલે જાતજાતનાં લક્ષ્યોમાં માણસ અટવાએલો રહેલો છે. કારકિર્દીની પસંદગી હોય, વેપાર-ધંધા અંગેનો નિર્ણય હોય કે કોઇ સ્પર્ધામાં ભાગ લેવાનો હોય માણસ જ્યાં સુધી લક્ષ્યસમર્પિત ન બને ત્યાં સુધી તેના પ્રયત્નોમાં બરકત આવતી નથી. તમારા લક્ષ્યને લાખેણું માનો, એને કોડીના ભાવે વેડફો નહીં, આ અનેક લોકોનું અનુભવસિદ્ધ તારણ છે. દામ્પત્યને સુખી બનાવવાના લક્ષ્ય સિવાયનાં અનેક પતિઓ-પત્નીઓ ‘પડયું પાનું નિભાવે છે’ કાં તો ‘છેડો’ ફાડી નાખી પલાયનવાદી બની જાય છે. નોકરી-વ્યવસાય હોય કે દામ્પત્ય અથવા પારિવારિક જીવન સુખને લક્ષ્ય બનાવો તો જ સુખ મળે. તમે અડધે હૈયે સુખ માગશો તો તેના દસમા ભાગનું પણ સુખ નહીં મળે. કોરા હૃદયની માગણી પણ કોરી જ સાબિત થાય છે અને ભીના હૃદયની માગણી પ્રથમ વર્ષાથી ભીંજાએલ માટીની મહેક સમાન ખુશબો પ્રસરાવે છે.
કહેવાય છે કે દિવસ દરમ્યાન નાના- મોટા- મહત્વના- ગૌણ એમ ૬૦,૦૦૦ (સાઇઠ હજાર) જેટલા વિચારો અસ્ત-વ્યસ્ત રીતે માણસના દિમાગમાં ઘૂમ્યા જ કરે છે. લક્ષ્યહીન માણસ એવા ઘૂમતાં વિચારોના જંગલમાં અટવાઇને યોગ્ય નિર્ણય કરી શકતો નથી!
”ઉઠો, જાગો, જીતો”માં માનવ-મનના પારખી લેખકશ્રી જયંતી જૈને ‘લક્ષ્ય’ વિશે વિશદ ચર્ચા કરતાં પીઆરઓબીઇ (પ્રોબ)નો સિદ્ધાન્ત સુપેરે સમજાવતાં કહ્યું છે કે આપણું લક્ષ્ય સ્પષ્ટ અને વિશેષ તો ‘પ્રોબ’ના નિયમને અનુરૃપ હોવું જોઇએ ઃ ‘પી’ એટલે પ્રેકટીકલ, વ્યાવહારિક ‘આર’ એટલે કે રિઝનેબલ મતલબ કે તર્કપૂર્ણ, ‘ઓ’ એટલે કે ”ઓબ્ટેઇનએબલ” એટલે કે પ્રાપ્તિયોગ્ય, ‘બી’ અર્થાત્ મહાન કે મોટું, ‘ઈ’નો અર્થ છે ‘એક્સાઇટિંગ’ મતલબ કે ઉત્સાહવર્ધક. લક્ષ્યમાં આ પાંચ તત્વો ભળેલાં હોય તો લક્ષ્યસિદ્ધિનાં દ્વાર ખૂલે.
શ્રી જયંતી જૈને લક્ષ્ય નિર્ધારિત કરવાની બે રીતોનો ઉલ્લેખ કર્યો છે. ૧. પોતાની જાત સાથેની મુલાકાત (સાક્ષાત્કાર) ૨. લક્ષ્ય નિર્ધારિત કરવાની કાર્યશાળા. લક્ષ્યની પસંદગી માટે માણસે પોતાની જાત સાથેનો ‘ઈન્ટરવ્યૂ’ યોજી જાતને પ્રશ્નો પૂછી તેના ઉત્તરો પણ જાતે જ આપવા જોઇએ. આ રહ્યા તે પ્રશ્નો ઃ
૧. તમે જીવનમાં શું બનવા માગો છો? (તમારી મહત્વાકાંક્ષા શી છે?)
૨. તમે તમારા સાથી- જીવનસાથી પાસે શી અપેક્ષા રાખો છો?
૩. તમે તમારા ભવિષ્યને કેવી રીતે ઉપયોગી બનાવવા ઈચ્છો છો?
૪. કઇ વાત કે કઇ વસ્તુ તમને સૌથી પ્રિય છે?
૫. તમે તમારા કદથી (યોગ્યતાથી) કેટલા ઉપર ઉઠવા ઇચ્છો છો?
૬. કઇ વાત કે વસ્તુ તમને પ્રિય નથી?
૭. આવનારાં વર્ષો કે આગામી પાંચ વર્ષોમાં તમારી શી યોજના છે?
માનો કે તમે કોઇ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેવાના હો તો તમારું લક્ષ્ય નક્કી છે, પણ શ્રી જૈનના મતે તે માટે ત્રણથી વધુ તકો ન લેવી જોઇએ. લક્ષ્યને થોડું નાનું બનાવીને તેવા વિકલ્પ પરત્વે ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. રોજગાર પ્રાપ્તિનું લક્ષ્ય સિદ્ધ ન થતું હોય તો પોતાનો નાનકડો પણ સ્વતંત્ર કારોબાર શરૃ કરવો જોઇએ. ઘણીવાર પૈસાની તકલીફને કારણે સ્વતંત્ર ધંધો શરૃ કરતાં ખચકાય છે. માણસ શિક્ષક બનવાની તાલીમ માટે ચાલીસ હજારથી માંડી સાઇઠ હજાર સુધી ખર્ચ કરી શકતો હોય તો એટલા ખર્ચમાં તે પોતાની રૃચિ અનુસારનું ધંધાકીય શિક્ષણ પણ પ્રાપ્ત કરી શકે. તમે શિક્ષક બનવા ઈચ્છો તો સંપૂર્ણ મનોયોગથી શિક્ષક જ બનો, પણ તેવી તક ન મળે તો અન્ય વિકલ્પ માટે પણ મનને તૈયાર રાખી શકો. માણસે પોતાની જાતને બે પ્રશ્નો પૂછવા જોઇએ. ૧. હું નોકરી જ શું કામ કરવા ઈચ્છું છું? ૨. હું કોઇ કારોબાર કરતાં શા માટે ડરું છું?
શ્રી જૈને લક્ષ્ય નિર્ધારિત કરવાની કાર્યશાળા પણ સૂચવી છે. આ કાર્યશાળા એવા લોકો માટે છે, જેમને રોજગારની ચિંતા કરવી પડતી નથી. તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે-
૧. તમારા વ્યક્તિગત વિકાસ માટેનું આ વર્ષનું લક્ષ્ય અને સમય મર્યાદા
૨. વ્યક્તિગત વિકાસ માટે પાંચ વર્ષનું લક્ષ્ય
૩. આ વર્ષે લાભપ્રાપ્તિનું લક્ષ્ય
૪. આગામી પાંચ વર્ષો માટે લાભપ્રાપ્તિનું લક્ષ્ય
૫. કાયમ માટેનું લક્ષ્ય (હંમેશા – હંમેશાનું માટેનું)
૬. લક્ષ્યનો મજબૂત આધાર
સાભાર ઃ ”ઊઠો – જાગો – જીતો” લે. જયંતી જૈન હિન્દ પોકેટ બૂક્સ નવી દિલ્લી-૧)
જીવનમાં કેટલેક અંધકાર આપોઆપ આવી શકે, પણ મોટા ભાગના અંધકારના નિમંત્રક આપણે પોતે જ છીએ. એક નાનકડી મીણબત્તિ, માટીનું કોડિયું કે આગિયો પણ જો અંધકારને પડકાર ફેંકી શકતું હોય તો અપાર શક્તિના ભંડાર સમો માણસ અંધકારથી શા માટે ડરે? લાકડાની તલવારે ઝઝૂમી તો શકાય, પણ જીતાય નહીં. જાતને પૂછવા જેવો સવાલ ઃ મારે જીવનને કેવળ ‘ચાલ’ બનાવવું છે કે યાત્રા? આસ્થાહીન ગતિ ક્યારેય ‘પ્રગતિ’ ન જ બની શકે!
 

તમે ઈચ્છો છો કે તમારી જિંદગીમાં કોઈ આનંદપ્રદ ‘ચમત્કાર’ થાય ? તો આ રહ્યા પાંચ ઉપાયો

એક શહેરમાં કોઈ ચમત્કારી સંત આવ્યા છે એવી ખબર પડી એટલે લોકો તેમના આશીર્વાદ લેવા દોડાદોડી કરવા લાગ્યા.
સૌથી પહેલાં એક ધનવાન સંત પાસે પહોંચી ગયા. આશ્રમના દ્વારપાલને રૃપીઆ સોની નોટ પકડાવી પોતાને ‘વટભેર’ સંત પાસે લઈ જવાનો આદેશ આપ્યો. પેલો દ્વારપાલ આગંતુક ‘શેઠ’ને સંત પાસે લઈ ગયો. શેઠે નમસ્કાર કરી આશીર્વાદ માગ્યા. સંતે કહ્યું ઃ ”ચાલો આવજો, ગરીબ બનતાં શીખો.”
શેઠ નારાજ થઈ બબડતા-બબડતા ચાલ્યા ગયા.
તેઓ જેવા બહાર નીકળ્યા કે તરત જ એક ઘમંડી રાજકારણીએ પ્રવેશ કરી પોતાના સેક્રેટરીને કહ્યું ઃ ”સંતને મારો પરિચય આપો.”
સંતે તરત જ કહ્યું ઃ ”આપનો પરિચય મને મળી ગયો છે. આવજો, ”સાચુકલા” બનજો.’
ત્યાર બાદ એક સરકારી અધિકારી પ્રવેશ્યા. સંતે તેમને દૂરથી જ કહ્યું ઃ ”પદોન્નતિ માટે કોઈની કદમબોસી ન કરશો.”
છેલ્લે આવ્યા એક અધ્યાપક. એમણે ડઝનેક ડિગ્રીઓવાળા વિદ્વાન તરીકે પોતાનો પરિચય આપ્યો. સંતે કહ્યું ઃ ”ચાલો, આવજો, ‘વિદ્યાર્થી’ બનજો.”
આશીર્વાદ લેવા માટે આવી ખાલી હાથે પાછા ફરનાર એ ચારેએ લોકોને કહ્યું ઃ ”ભાઈઓ, આ સંત પાસે જવાનું માંડી વાળો, એમની પાસે આપવા જેવું કશું જ નથી.”
અને અભિપ્રાય આપનારા આ ચારેયને ‘મોટા માણસ’ માની સંત પાસે વરદાન કે આશીર્વાદ માટે આવેલા લોકો પાછા ફરી ગયા.
જર્મન તત્ત્વજ્ઞાાની ઈમેન્યુઅલે વર્ષો પહેલાં એક મહત્ત્વની વાત કહી હતી ઃ ”તમારે તમારી જિંદગી એવી રીતે જીવવી જોઈએ કે જાણે તમારા દ્વારા કરવામાં આવેલું પ્રત્યેક કાર્ય વિશ્વમાન્ય કાયદો બનવાનું હોય.” માણસો દેવો કે સંતો પાસે મનમાન્યું, મનચાહ્યું માગવા માટે જાય છે, જાણે ઈશ્વર એમનો ગુલામ હોય! હકીકતમાં માનવ તરીકે આ પૃથ્વી પર જીવવા માટે મળેલી તક જ એક ચમત્કાર છે. ધનવાને ધનનો સદુપયોગ કરી ગરીબની જેમ જીવવાનું છે. રાજકારણીઓએ દંભ અને ઘમંડનો અંચળો ઉતારી ‘સાચુકલા’ ઈન્સાન બનવાનું છે. સરકારી અધિકારીએ કોઈનીયે કદમબોસી કર્યા વગર ન્યાયી અને પ્રજાધર્મી બનવાનું છે. વિદ્વાને ડિગ્રીઓના ભાર નીચે દબાવામાં પરિતૃપ્તિ અનુભવવાને બદલે આજીવન વિદ્યાર્થી બનીને સ્વાધ્યાયરત રહેવાનું છે.
માણસે સ્વપ્નસેવી બનવું જોઈએ, પણ સ્વપ્નોનો થેલો ભરી ફેરીઆ બનવું ઉચિત નથી. માણસને જેમ શુદ્ધ પાણી ખપે છે, શુદ્ધ ખોરાક ખપે છે, શુદ્ધ નિવાસ પસંદ પડે છે તેમ માણસે પોતાની આકાંક્ષાઓને પણ શુદ્ધ બનાવતાં શીખી લેવું પડે છે. આજના માણસની આત્મકેન્દ્રિતા એના મનનો વિઘાતક રીતે કબ્જો લઈ ચૂકી છે. સત્તાધારીને સત્તા જોઈએ છે, પોતાને વધુ સમર્થ સિદ્ધ કરવા માટે. ધનિકને વધુ ધન જોઈએ છે વિશ્વના અમીરોની યાદીમાં અગ્રતમ સ્થાન પામવા માટે. સરકારી અધિકારીએ કોઈ પણ ભોગે પદોન્નતિ જોઈએ છે, પોતાના ‘પાવર’નો અહંકાર તૃપ્ત કરવા માટે. પંડિતો અને વિદ્વાનો ‘ગુરૃત્વ’નો ભાર સિદ્ધ કરવા મથે છે. માણસને આશીર્વાદ માટે યોગ્ય ઠરવામાં નહીં, પણ આશીર્વાદનો કામધેનુ રૃપે ઉપયોગ કરવામાં રસ છે. મનોકામનાઓના વનમાં વનરાજ થઈ ફરાય, લુચ્ચું શિયાળ બનીને નહીં, એ વાત માણસને ગળે કોણ જાણે કેમ ઉતરતી નથી !
‘ચહેરા પાછળના ચહેરા’ શીર્ષક લેખમાં ચંદ્ર ખત્રીએ બેન્જામીન ફ્રેંકલીને તેમની આત્મકથામાં નાનપણમાં પૂર્ણ થવાની ઈચ્છાથી પ્રેરિત થઈ બાર નિયમો લીધાનો ઉલ્લેખ કર્યો છે, જેમાં વિશ્વના સમસ્ત ધર્મોની શ્રેષ્ઠ બાબતોનો સમાવેશ થતો હતોઃ જેમ કે સંયમ, સંકલ્પ, શીલ, શાન્તિ, મૌન સદ્ભાવ વગેરે પછી બેન્જામીન લખે છે કે ‘મને થયું કે હું એ ગુણો કેવી રીતે ખિલવીશ ?’ તો મેં એકેએક બાબતોના આચરણનો અભ્યાસ કર્યો. મેં બીજાનું બૂરું બોલવાનું બંધ કર્યુ. જ્યારે તેવું બોલવાનું મન થાય કે તરત જ બૂરા વિચારને દબાવવા લાગ્યો. પછી તો રોજ રાત્રે હિસાબકિતાબ રાખવા માંડયો કે આજે મારાથી કાંઈ ખોટું તો નથી થયું ને ! એમ મંે મારા આચરણ પર કાબૂ મેળવી લીધો. એ દરમ્યાન મને એક ઈસાઈ ફકીર મળ્યા. તેમની સાથે મેં મારા બાર નિયમની વાત કરી. ફકીરે કહ્યું ઃ ”તેં ભલે બધું સાધી લીધું હોય, પણ તું અહંકારી બની ગયો છે તેનો તને ખ્યાલ નથી રહ્યો, કારણ કે સ્વભાવતઃ જેણે સાધી લીધું તે અહંકારી બની જાય, પણ જે સાધ્યું છે, તે સિદ્ધ થઈ જાય તો અહંકાર ન રહે. તું બાર નિયમ સાથે એક તેરમો નિયમ જોડી લે તે છે વિનમ્રતા. બેન્જામીન ફ્રેંકલીને કહ્યું ઃ ”હું એને પણ સાધી લઈશ.” અને બેન્જામીન વિનમ્ર બની ગયો.
ધન, સત્તા, અધિકાર, વિદ્યા વગેરેની પ્રાપ્તિ માટે માણસ મથે છે, પણ અહંકાર ત્યજી શુદ્ધ નિયતને વરેલો ઈન્સાન બનવા મથતો નથી ! એટલે સરવાળે જે ઉભો છે, ત્યાં જ છેવટે ઉભેલો જોવા મળે છે. કોઈ પણ ક્ષેત્રમાં ઉત્તમતા ઉત્તમ બનવાનાં સંકલ્પ સાથે જોડાએલી છે. તમારા દિમાગને ટટ્ટુ બનાવવાને બદલે મહારાણા પ્રતાપનો ચેતક અશ્વ બનવાનો આદેશ આપો. ખુમારી અને ખમીર બતાવવાનું શ્રેષ્ઠ ક્ષેત્ર છે માણસનું જીવન.
ચમત્કારો તો તમારા ને મારા જીવનમાં વારંવાર થતા હોય છે, પણ ‘ચમત્કાર’ અંગેની આપણી ભ્રામક વ્યાખ્યા આપણને માનવીય સહયોગના ચમત્કારનું મૂલ્ય સમજવા દેતી નથી. ‘સુખની કેડી કંકુવરણી’માં શ્રી રમેશ પુરોહિતે અનુવાદ રૃપે ફિલ બોસ્મન્સના પ્રેરક વિચારો નોંધતાં કહ્યું છે ઃ ”કોઈક વાર એવું બને કે તમે કોઈ સમસ્યામાં અટવાઈ ગયા. તમે દિશાશૂન્ય અને હતપ્રભ થઈ ગયા. એ જ ક્ષણે કોઈ અદ્રશ્ય શક્તિ તમને પ્રેરણા અને રાહબરી પૂરી પાડે. ખપમાં આવે એવી સૂઝબૂઝ, સાંત્વન અને સમજદારી આપોઆપ પ્રગટે. તમે બોલી ઉઠો કે મૂંઝવણમાં માર્ગ બતાવનાર કોઈ અલૌકિક શક્તિ મને સહાય કરી રહી છે. તમે તમારી વહારે આવનાર કોઈને પણ કહી શકો. આમાં સ્ત્રી-પુરુષ કે વયના કોઈ ભેદ નથી. તમને કશુંક સારું અને કીર્તિમાન પ્રાપ્ત થયાનો અહેસાસ થાય છે. જીવન બહેતર બને છે અને વ્યથા વિદાય લે છે… ફિલ બોસ્મેન ઈન્સાન રૃપે ભગવાનનું કર્તવ્ય અદા કરતા માણસોની સરખામણી દેવદૂત સાથે કરતાં ઉમેરે છે કે આજે પણ આવા ઈશ્વરીય અંશો ધરાવતા દેવદૂતો છે પણ હવે એમ કહી શકાય કે આંગળીના વેઢે ગણાય એટલા જ છે. તેઓના લીધે ગાઢ અંધકાર કે આપત્તિઓના ઓળાઓ ઓછા ઉતરે છે. ભગવાન તો આપણામાં ફરી રહેલાં આવા સત્કર્મીઓના ભણી મીટ માંડીને બેઠો છે, પરંતુ ઘણાં એને જોઈ શકતા નથી. તેઓની અંતરદ્રષ્ટિનો એન્ટેના કાં તો બગડી ગયો છે અથવા તો સાવ પડી ભાંગ્યો છે. સર્જનહારે દરેકને કંઈક એવું આગવું સત્વ અને શક્તિ આપ્યાં છે કે જેનાથી એ બીજાને સુખી કરી શકે… આપણે શા માટે લોકોને ખાનામાં વહેંચીએ છીએ ? શા માટે તેઓના કપાળે લેબલ લગાડીએ છીએ ? શા માટે આ કે તે રંગે રંગીએ છીએ ? સારાં-નરસાં, લાલ-પીળાં કે જહાલ-મવાળના ભેદભાવો શા માટે ઉભા કરીએ છીએ આમાં હાથ શું લાગે છે ?”
તમે ઈચ્છો છે કે તમારી જિંદગીમાં કોઈ આનંદપ્રદ ”ચમત્કાર” થાય ? તો આ રહ્યા તેના માટે ઉપાયો ઃ
૧. પ્રત્યેક દિવસનું પ્રસન્નતાપૂર્વક શ્રધ્ધાપૂર્વક સ્વાગત કરો. તમારો આશાવાદી સકારાત્મક દ્રષ્ટિકોણ કોઈકના સહયોગ, કોઈકની લાગણી, કોઈકના આશ્વાસનથી ઉદ્ભવેલી સમસ્યાનું નિરાકરણ લાવવામાં મદદરૃપ થશે. આ પણ એક ચમત્કાર જ છે.
૨. હું સુખી છું અને મારા સંપર્કમાં આવતા જાણ્યા-અજાણ્યાને સુખી કરવા જન્મ્યો છું – એવું સતત યાદ રાખી સત્કર્મમાં પરોવાએલા રહો. કોઈક તમારાં આંસુ લૂછે કે તમે કોઈનાં આંસુ લૂછો, એ પણ એક ચમત્કાર છે.
૩. ક્રોધનો અને અહંકારનો ત્યાગ કરી તમારું બૂરું કરનારને પણ માફ કરી દો. એ તમારો શત્રુ મટી મિત્ર બનશે, એ પણ એક ચમત્કાર જ છે.
૪. તમારા મધુર શબ્દોમાં કોઈના ઘા રુઝવવાની શક્તિ છે એટલે મધુર શબ્દોની નિર્દંભ લહાણી કરી તો જુઓ. એ પણ ચમત્કાર સર્જશે.

 

વાઇફાઇ હોટસ્પોટ ઇન્ટરનેટનું ભવિષ્ય

images

બજારમાં દરરોજ નવી ટેક્નોલોજી આવે છે. આવનારી હોટસ્પોટ ટેક્નોલોજી એવું જ અચરજ અપાવશે. મોટાભાગની વ્યક્તિઓને ફોનની અંદર આવતાં વાઇફાઇ અને બ્લૂટૂથના તફાવતની ખબર હોતી નથી. સામાન્ય રીતે બ્લૂટૂથ કરતાં વાઇફાઇ સાથે ફોનની માહિતીનું વિતરણ કરવાની રેન્જ વધારે હોય છે. ઉદાહરણ તરીકે જો તમે તમારા મિત્રને કોઈક ગીત બ્લૂટૂથથી મોકલાવો તો તેનો ફોન નજીક હોવાથી ઝડપથી ગીત બીજા ફોનમાં આવી જાય છે, પણ તમે જેમ તમારા મિત્રના ફોનથી દૂર જાઓ તો ગીત જલદીથી ડાઉનલોડ થતું નથી, આ તેની એક ટેક્નોલોજિકલ ખામી છે. જેને સુધારવા માટે વાઇફાઇનો જન્મ થયો છે. બ્લૂટૂથ કરતાં વાઇફાઇનાં સિગ્નલ વધારે સક્ષમ હોય છે. ૩૦ મીટરથી વધારે દૂર વાઇફાઇ જોડાણનો ઉપયોગ શક્ય છે, તેથી જ હાલમાં બ્લૂટૂથ પર પ્રયોગ ચાલી રહ્યા છે. અત્યારે બ્લૂટૂથનું Bluetooth1.2, Bluetooth 2, Bluetooth 3.0 વર્ઝન સાથેના ફોન મળે છે. તેમ ટૂંક સમયમાં Bluetooth 4.0 વર્ઝનના ફોન પણ મળશે, પણ વાઇફાઇના સારા કનેક્શનને લીધે વિવિધ કંપનીઓએ વાઇફાઇ હોટસ્પોટ સાથેની નવી ટેક્નોલોજીના ફોન આપવાનું શરૂ કર્યું છે. ઘણા લોકો આને સમજ્યા વગર જ આવા ફોન ખરીદી લેતા હોય છે.

વાઇફાઇ હોટસ્પોટનો અર્થ

ફોન ઉપયોગકર્તાના ફોનમાં ૩જી કે ૪જી ઇન્ટરનેટ હોય અને વ્યક્તિનો ફોન હોટસ્પોટની સગવડ સાથેનો આધુનિક હોય તો જે તે વ્યક્તિ પોતાના ફોનમાં આવતું નેટ કનેક્શન બીજા મિત્ર કે અન્ય ચોક્કસ વ્યક્તિને વહેંચી શકે છે અથવા પોતાના ફોનમાં આવતું ઇન્ટરનેટ અન્ય વાઇફાઇ સાથેના કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ જોડાણ માટે વાપરી શકે છે. એટલે કે જે તે વ્યક્તિ પોતાના ફોનને એક રાઉટર તરીકે ઉપયોગ કરી શકે છે. રાઉટર એક એવું યંત્ર છે કે જે ઓફિસમાં વાયર વગરના ઇન્ટરનેટ કનેક્શનને જુદાં જુદાં કમ્પ્યુટર સાથે જોડે છે. બસ આ જ કાર્ય તમે હોટસ્પોટ એનેબલ્ડ ફોનથી કરી શકો. હોટસ્પોટ ઓન કરવાથી જે તે વ્યક્તિ પોતે પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે. સાદી ભાષામાં હોટસ્પોટ એટલે અન્યને પોતાના ફોનથી વાઇફાઇના માધ્યમ દ્વારા ઇન્ટરનેટ આપતી સિસ્ટમ.

હોટસ્પોટ કઈ રીતે ઉપયોગી છે?

મોલમાં કે અન્ય જગ્યાએ તમે જાઓ ત્યારે જે ઇન્ટરનેટ ચાલતું હોય તેના માટે તેમને મોટાં રાઉટર મશીન લગાવીને નેટ ચલાવવું પડે છે, જે આવી વાઇફાઇ શુંખલા વડે ઘટાડી શકાશે. વાઇફાઇ ઝોન સિક્યોરિટી માટે ખરાબ હોય છે, કેમ કે ઘણી જગ્યાએ તેને સિક્યોર કરવામાં આવતું નથી, જેનું પરિણામ સાયબર ક્રાઇમને વધારે મળે છે. જે આ રીતે હોટસ્પોટ સિસ્ટમ અમલમાં આવતાં ઘણો ફેર પડશે, કેમ કે આવી રીતે હોટસ્પોટ સાથેનો ફોન ઉપયોગ કરનાર બીજા કોઈ વાઇફાઇનો ઉપયોગ ટાળશે. વળી, હોટસ્પોટ સાથેના ફોનમાં સારી એવી સિક્યોરિટી આપવામાં આવેલી છે, તેથી તે એક સારી અને ઇનોવેટિવ ટેક્નોલોજી બની રહેશે.

ફોનમાં હોટસ્પોટ કનેક્શન

સૌ પ્રથમ હોટસ્પોટ સાથેના ફોનમાં સેટિંગમાં જવું. તેમાં થી Wireless & Networks સિલેક્ટ કરવું. પછી Tethering & portable hotspot માં જઈને Portable Wi-Fi hotspot સિલેક્ટ કરવું. તેને ઓન અથવા Enabled કરવાથી ફોન નેટ કનેક્શન શેર કરે છે. ફોનને ચોક્કસ રીતે આપેલા નામ સાથે અન્ય વાઇફાઇ ડિવાઇસ કનેક્ટ કરી શકશે. આટલું કર્યા પછી કોઈ પણ વધારે સેટિંગની જરૂર નથી હોતી. આમ ઇન્ટરનેટ કનેક્ટ થતું હોવાથી આગામી સમયમાં કદાચ સાયબર કાફે ભૂતકાળ બની જાય તો નવાઈ નહીં. વાઇફાઇ સિક્યોરિટી માટે જે તે ફોનની સાથે આવતી માહિતી પુસ્તિકા વાંચવી રહી. નસીબજોગે ભારત માં આજકાલ આ સિસ્ટમ નવી નવી પ્રવેશી રહી છે, કેમ કે ૩જીનો વિકાસ હજી બરાબર થયો નથી ને ૪જીની બસ શરૂઆત થઈ છે. 2G. GPRS ની114 kbps આસપાસની સ્પીડ આપે છે, જે હોટસ્પોટ માટે પૂરતી સ્પીડ નથી, જ્યારે 3G 21.6 Mbps આપે છે.

(sandesh)

 
 

સાચો ભક્ત

narad-muni-and-Vishnu-ji-765x1024એકવાર નારદજી ને અભિમાન આવી ગયું  કે હું ભગવાન વિષ્ણુની નિરંતર સાધના (ભક્તિ) કરું છું. તેથી મારા થી વિશેષ આ જગતમાં ભગવાન વિષ્ણું નો કોઇ ભક્ત નથી. પરંતુ નારદજી ભગવાન વિષ્ણું ના મુખેથી પોતાના પરમ ભક્ત હોવા વિષેના વખાણ સાંભળવા માંગતા હતા. તેથી તેઓ ભગવાન નારાયણ પાસે જઇને તેમને કહ્યું કે હે પ્રભુ આ દુનીયામાં આપનો સૌથી વિશેષ ભક્ત કોણ છે ? વિષ્ણુ ભગવાન પણ નારદજી નું અભિમાન ઉતારવા માંગતા હતાં. તેમણે નારદજીને કહ્યુ હે નારદ, હું તમને આ પ્રશ્નનો ઉત્તર આપું પરંતુ એ પહેલા તમારે મારું એક કાર્ય પુર્ણ કરવુ પડશે. તેમણે નારદજીને કહ્યુ કે આ એક પાણીથી ભરેલુ પાત્ર છે. તમારે આ પાત્રની હાથમાં રાખીને જગતની પરીક્રમાં કરવી પડશે. પરંતુ આ પાત્રમાં થી એક પણ ટીંપુ પાણી નીચે ના પડે તેનું ધ્યાન રાખવું.

ભગવાન વિષ્ણુની આજ્ઞા લઇને નારદજી પાણી ભરેલા પાત્ર સાથે જગતની પરીક્રમાં કરી પાછા આવ્યા, ભગવાને નારદજીને કહ્યું કે શું થયું નારદજી ? કરી આવ્યા પ્રદક્ષીણા ? નારદજીએ ઉત્સાહ માં કહ્યું કે પ્રભું આપના કહેવા પ્રમાણે મે એકપણ પાણીનું ટીંપુ ઢોળ્યા વિના પ્રુથ્વીની પ્રદક્ષીણા કરી છે. હવેતો કહો કે આ જગતમાં આપનો પરમ ભક્ત કોણ છે ? ભગવાને નારદજીને કહ્યું કે નારદજી તમે જ્યારે પ્રુથ્વીની પ્રદક્ષીણા કરતા હતા તે વખતે તમે મારું સ્મરણ કેટલી વખત કર્યુ હતું ? નારદજીએ કહ્યું કે એકપણ વખત નહી પ્રભુ હું તો મારું ધ્યાન આ વાડકા ઉપર રાખીને પ્રદક્ષીણા કરતો હતો જેથી એકપણ ટીંપુ ઢોળાય નહી. ભગવાને કહ્યું કે તમે વાડકા ઉપર ધ્યાન હોવાને લીધે મારુ સ્મરણ કરવાનું ભુલી ગયા જ્યારે આ જગતમાં એવા કેટલાય મનુષ્યો છે કે તેઓ  સંસારની આ મુશ્કેલીમાં પણ મારુ સ્મરણ કરવાનું ભુલતા નથી. તેથી તેઓ મારા પરમ ભક્ત છે. આ સાંભળી ને નારદજીનું અભીમાન ઉતરી ગયું અને તેમણે ભગવાન નારાયણની માફી માંગી ને પ્રભુના આશીર્વાદ લીધા.

આમા જે સાચો ભક્ત ગમે તેવી મુશ્કેલીઓમાં પણ પ્રભુમાંથી શ્રધ્ધા અને હીંમત ગુમાવતો નથી.

 

સ્ત્રી અને પુરુષ………

વાચકોને જણાવવાનુ કે આ લેખ વાંચીને એમ ધારણા ન બાંધવી કે આ લેખ સ્ત્રીઓની લાગણી દુભવવાનો છે, આ લેખ ફક્ત પુરુષ ની લાગણી ને વાચા આપવાનો છે.

અત્યાર સુધી આપણે સ્ત્રી દ્વારા થતા માર્કેટીંગ વિશે સાંભ્ળ્યુ છે પણ સ્ત્રી ઓના માર્કેટીંગ વિશે ? જ્યારે પણ બે જાતીઓ ની વાત આવે છે ત્યારે હમેશા સ્ત્રી ઓને સારી ચીતરવામા આવે છે અને પુરુષોને ખરાબ, હમેશા સ્ત્રીઓનો બચાવ કરવામા આવે છે એ જાણ્યા વગર કે ખરેખર ગુનેગાર કોણ છે. હમેશા એવુ જ જતાવવા મા આવે છે કે આજ ની સ્ત્રી સારી જ છે અને પુરુષો ખરાબ, દર વખતે પુરુષો જ સ્ત્રી ઓનો લાભ લે છે, જાણે ક્યારેય સ્ત્રી ઓ પુરુષો નો લાભ જ નથી લેતી.

આ સત્ય નથી આ વાત બન્ને ને બરાબર લાગુ પડે છે જેટલી પુરુષોને ઍટલી જ સ્ત્રીઓને

જાહેર વ્યવસ્થા ઓની વાત આવે ત્યારે સ્ત્રીઓને પડતી અગવડ્તા ની જ વાતો થતી હોય છે જેમ કે બસ મા કે ટ્રેન મા જ્યારે પણ અગવડતા ની વાત આવે ત્યારે પણ એજ જાહેરાત થતી હોય છે કે બધી અગવડતા સ્ત્રીઓને જ પડે છે પુરુષોને કોઇ અગવડ નથી પડતી નથી. જાહેર મા જો પુરુષ થી સ્ત્રી ને ધક્કો લાગી જાય તો પુરુષ નુ intention ખરાબ અને સ્ત્રી થી પુરુષ ને ધક્કો લાગી જાય તો સ્ત્રી ણિ મજબુરી.

જ્યારે પણ પુરુષ અને સ્ત્રીઓની સમાનતાની વાત આવે છે ત્યારે હમેશા અવુ જતાવવા મા આવે છે કે હમેશા સ્ત્રીઓને અન્યાય કરવા મા આવે છે પુરુષોને ક્યારેય નહી. જ્યારે પણ કોઇ ગુના મા પુરુષ અને સ્ત્રી સાથે સંડોવાય છે ત્યારે ફક્ત પુરુષ ને જ ગુનેગાર ઠેરવવા મા આવે છે. અને ઘણી વખત સજા પણ એને જ કરવામા આવે છે ભલે ને તેમા સ્ત્રી અને પુરુષ અને સ્ત્રી સરખી ભાગીદાર હોય.

હમેશા એમ જ જાહેરાત થતી હોય છે કે પુરુષો દ્વારા જ સ્ત્રીઓ પર અત્દ્વાયાચાર થાય છે , સ્ત્રી ઓ દ્વારા કયારેય પુરુષ પર અત્યાચાર નથી થતા. હા શારિરીક અત્યાચાર ની વાત થાય ત્યારે કદાચ આ વાત સાચી હોઈ શકે પણ માનસિક અત્યાચાર ની વાત આવે ત્યારે આ વાત હમેશા સાચી નથી હોતી.

કહે છે કે જ્યારે ઘર અને પરિવાર ની વાત આવે છે ત્યારે ફક્ત સ્ત્રી ઓજ ઘર અને પરિવાર માટે ભોગ આપે છે, પુરુષો કોઇ ભોગ જ નથી આપતા. સ્ત્રી જ સંપુર્ણ ભોગ આપે છે પતિ ને સંભાળવા, છોકરા ઓ ને સંભાળવા, પરિવાર ને સંભાળવા વગેરે (અને આ વાત સાચી પણ છે),આ માટે જ સ્ત્રીઓને પરિવાર મા જે સ્થાન મળે છે તે પુરુષ ને નથી મળતુ. સ્ત્રી (મા) ને ભગવાન નો દરજ્જો આપવામા આવ્યો છે. સ્ત્રી ને ઘર નિ રાણી કહેવાય છે.

પરંતુ સામે છેડે એ પણ સત્ય છે કે એ જ પરિવાર ને સંભાળવા માટે પરિવાર ની આર્થીક જરુરીયાત માટે પુરુષો એ પણ ઘણો ભોગ આપવો પડે છે અને આપે છે જેમ કે આખો દિવસ ઘર ની બહાર રહેવુ, ખાવા પિવા ના ઠેકાણા નહી, ઘરે પરત ફરવાનો નિયત સમય નહી, પરિવાર સાથે સમય ન ગાળી શકે.ને તેની માટે જ્યારે પિતા ને ફક્ત બાળક ના નામ પાછળ પોતાનુ નામ લગાડવાનો હક.

Domestic Violence ની વાત આવે ત્યારે પણ વાંક હમેશા પુરુષો નો જ કાઢવા મા આવે છે. જાણે કે સ્ત્રી ઓ નો ક્યાઅરેય વાંક જ ન હોય. પણ ત્યારે એ યાદ અપાવવુ જરુરી રહેશે કે Domestic Violence મા મોટામા મોટુ કોઇ ગુનેગાર હોય તો એ સ્ત્રી જ હોય છે સાસુ ના સ્વરુપ મા. In fact અહિયા જો કોઈ નો મરો થતો હોય તો એ પુરુષ નો છે જો મા ની સાઇડ લેશે તો કહેશે કે માવડીયો છે ( પુરુષ શા માટે મા નો પક્ષ ન લે જેણે એન જન્મ આપ્યો છે એનુ પાલન પોષણ કર્યુ છે) અને વહુ નો પક્ષ લેશે તો કહેશે કે દિકરો વહુ ઘેલો થઈ ગયો છે ( જેની સાથે એણે સમગ્ર જીવન વિતાવવાનુ છે જે એની અર્ધાંગીની છે. અહિયા બન્ને તરફ આક્ષેપ કરનાર સ્ત્રી જ છે. તમે કયારેય સાંભળ્યુ છે કે સસરા અને જમાઇ ની લડાઇ મા વહુ નો મરો થયો હોય.

Office ની વાત આવે ત્યારે પણ પુરુષો પર સ્ત્રી ઓના શોષ્ણ આક્ષેપ થતો હોય છે, પરંતુ ક્યારેય કોઈ એ એમ નથી વિચાર્યુ કે આનાથી ઉલ્ટુ પણ થતુ હશે પુરુષો ને ખોટા ભ્રમ મા રાખી ને સ્ત્રી ઓ પોતાના કામ કઢાવી લેતી હોય છે.

આજ ની સ્ત્રી ને મન આ બધુ ગૌણ છે કારણ કે આજે દરેક વાત ને પૈસા ના માપદંડ થી માપવા મા આવે છે. થોડા સમય પહેલા છાપા મા એક લેખ વાંચ્યો હતો અને તેમા સ્ત્રી સવાર થી માંડી ને સાંજ સુધી મા રાત સુધી મા જેટલા કામ કરે છે તે માટે તેને ઍટલુ મહેનતાણુ મળવુ જોઈયે અને આમા દરેક કામ ની યાદી હતી yes A to Z. પરંતુ એ જ લેખ મા એ ન્હોતુ જણાવવા મા આવ્યુ કે આખા દિવસ મા પુરુષ જે કામ કરે છે અને જે આવક રળે છે તે પરિવાર પાછળ ખર્ચે છે અને તેને મળે છે શુ ? થોડાક પૈસા પોતાની મેળે ખર્ચવાનો હક બિજુ કઈ……..

સ્ત્રી અને પુરુષ બન્ને પરિવાર ના આધાર સ્તંભ છે અને ભારતીય પરંપરા પ્રમાણે બન્ને ને તેમની શારીરીક અને માનસીક તાકત પ્રમાણે કાર્ય આપવા મા આવ્યા છે અને ખટરાગ ત્યારે શરુ થાય છે જ્યારે એક વ્યક્તિ બીજાના કર્ય ક્ષેત્ર મા દખલ કરવાનુ શરુ કરે છે.

પરંતુ આ સમગ્ર સમસ્યા નુ મુળ છે મુડીવાદ જ્યા દરેક ચિજ ને પૈસા થી જ માપવા મા આવે છે ……..પરંતુ એ વિશે ફરિ ક્યારેક વાત………

 

Tags:

જીવન ની મોહ માયા

એક ભાઈ બગીચાના બાંકડે બેઠા હતા. પાસે એક બેગ હતી. મુલ્લા નસીરુદ્દીન બગીચામાં ટહેલતાં ટહેલતાં એમની પાસે આવ્યા અને બોલ્યા, ‘બહારના માણસ લાગો છો. તમને ક્યારેય જોયા નથી.’ભાઈ બોલ્યા, ‘હા, હું દૂરના શહેરમાં રહું છું. મારી પાસે બધું છે. પૈસો છે, બંગલો છે, પ્રેમાળ પરિવાર છે, છતાં જીવનમાં મને રસ નથી પડી રહ્યો. એટલે થોડા દિવસની રજા પાડીને ‘મજા પડે એવું કંઈક’ શોધવા નીકળ્યો છું. હું સુખ શોધી રહ્યો છું.’

મુલ્લા કંઈ બોલવાને બદલે એ ભાઈની બેગ આંચકીને ભાગ્યા. પેલો માણસ પણ પાછળ દોડ્યો. મુલ્લા દોડમાં પાક્કા. એટલે ખાસ્સા આગળ નીકળી ગયા. પેલો માણસ હાંફતો હાંફતો એમની પાછળ દોડતો રહ્યો. બે કિલોમીટર દોડ્યા બાદ મુલ્લા રસ્તાને કિનારે એક બાંકડા પર બેસી ગયા. થોડી વાર પછી પેલો માણસ હાંફતો-હાંફતો પહોંચ્યો. એણે તરાપ મારીને પોતાની બેગ લઈ લીધી. બેગ મળી ગયાનો આનંદ એના ચહેરા પર પ્રગટ્યો એની બીજી જ પળે એણે ગુસ્સાથી મુલ્લાને કહ્યું, ‘મારી બેગ લઈને કેમ ભાગ્યા?’

મુલ્લા, ‘કેમ વળી? તમે સુખ શોધવા નીકળ્યા છો. તો બોલો, બેગ પાછી મળી જતાં તમને સુખની લાગણી થઈ કે નહીં? મેં તો તમને સુખ શોધવામાં મદદ કરી.’

આપણામાંના મોટા ભાગના લોકો પણ થોડા અંશે પેલા માણસ જેવા હોઈએ છીએ. જે કંઈ આપણી પાસે છે એમાંથી ઝાઝું સુખ નથી મળતું. પણ પછી એ ખોવાઈ ગયા બાદ પાછું મળે ત્યારે સારું લાગે. આવું શા માટે?

એટલે હવે પછી જ્યારે મૂડ સારો ન હોય ત્યારે ઘરમાંની બધી વસ્તુઓને શાંતિથી નીરખવી અને પછી વિચારવું કે આ વસ્તુ જો મારી પાસે ન હોય તો કેટલી તકલીફ પડે? કડકડતી ઠંડીમાં એક અત્યંત ગરીબ માતા પોતાનાં બાળકોના શરીર પર છાપાં પાથરી એના પર ઘાસ ‘ઓઢાડી’ને સૂવડાવી રહી હતી ત્યારે એના ટેણિયા દીકરાએ ભાઈને પૂછ્યું, ‘હેં ભાઈ? જે લોકો પાસે છાપાં અને ઘાસ નહીં હોય એમની કેવી ખરાબ હાલત થતી હશે?’

આપણી પાસે ઘાસ અને છાપાંથી તો ઘણી સારી વસ્તુઓ ઘરમાં હોય છે. એટલે હવે ક્યારેક ‘હું સુખી નથી… મારી પાસે આ નથી… મારી પાસે તે નથી…’ એવું લાગે ત્યારે એક નજર જે કંઈ આપણી પાસે છે તેના પર નાખી જોવી.

જેમ કે, આવો સરસ મજાનો લેખ તમે ઓનલાઇન વાંચી શકો છો તેના પરથી બે મહત્વની બાબત સાબિત થાય છે- (૧) તમે ગરીબ નથી. કોન્ગ્રેટ્સ. (૨) તમે શાંતિથી બેસીને વાંચી શકો છો મતલબ કે તમે અત્યંત માંદા નથી.

ઔર જીને કો ક્યા ચાહિયે? જેના વિના એક મિનિટ પણ ન જીવી શકાય એવો ઓક્સિજન હવામાં હાજર છે. જેના વિના ટકી ન શકાય એવો ખોરાક પેદા કરવા માટે જરૂરી એવું ચોમાસું આ વર્ષે બહુ સારું રહ્યું. આટલો મસ્ત લેખ તમે અત્યારે વાંચી રહ્યા છો. તો પછી છોડો ફરિયાદો અને આભાર માનો ઈશ્વરનો, નસીબનો, પુરુષાર્થનો કે જીવન મસ્ત છે. એન્જોય.

 

મન જીત્યું, તેણે જગત જીત્યું

આમ તો માણસ માત્ર મુઠી જેવડું પેટ ભરવાની વેઠમાં જ જીવનભર ઝઝૂમતો રહે છે. પણ સારી રીતે જીવવા માટે રોટી ઉપરાંત કપડાં, મકાન, ધન, ધંધો પણ એટલાં જ જરૂરી છે. આગળ વિચારીએ તો તંદુરસ્ત શરીર (નિરોગીપણું) આર્થિક સદ્ધરતા અને સારાં સ્વજનો પણ એટલાં જ અનિવાર્ય છે.

કદાચ આમાંથી અમુક આપણી સાથે ના પણ હોય તો તે મેળવાનો સતત અજંપો આપણને દોડતો રાખે છે. મનની શાંતિ- સમતુલા ખોરવાઈ જાય તે હદે આપણે તેની પાછળ દોડીએ છીએ પણ આ બધું ઐશ્વર્ય હોવા છતાં મોટા ભાગના લોકો અશાંત જણાય છે તો એનો અર્થ એ થયો કે સાચું સુખ અને શાંતિ વસ્તુઓ થકી નથી મળી શક્તાં. લોકો શાંતિની ખોજમાં હિમાલય સુધી દોડી જાય છે પણ જે પોતાના જ હાથમાં છે તેવા મન-હૃદયમાં પહોંચવાનું સરનામું ભૂલી જાય છે. જો મન અને હૈયે શાંતિ સંતોષ ના હોય તો બીજે ક્યાંય તે શોધવું વ્યર્થ છે. અને બધું હોય પણ મન બેચેન હોય તો એ દરેકનું મૂલ્ય ઘટી જાય છે.

માનવ સ્વભાવનું એક વિચિત્ર પાસું એ પણ છે કે તે તેના જીવનમાં જે કાંઈ અવળું, નાગમતું બને કે દોષનો ટોપલો જે તે સંજોગ કે વ્યક્તિ પર ઢોળી દે છે. પણ બની શકે કે જીવનમાં આવતા દુઃખો થકી અશાંતિનું કારણ પોતે જ હોય. આપણે એ સમજવા મથીએ કે કઈ બાબતોને અનુસરવાથી મનની ખોવાયેલી શાંતિ પાછી મેળવી શકીએ કે પછી વધુ ખોવાતી અટકાવી શકીએ.

આપણી સતત ચિંતા કરવાની ટેવ પણ મનની શાંતિ ડહોળી નાખે છે. નાવડી પાણીમાં જાય તો વાંધો નથી આવતો પણ પાણી જો નાવડીમાં જાય તો સમસ્યા ઊભી થાય છે. એમ નાનામોટા કારણોસર ચિંતા થવી સ્વાભાવિક છે પણ જગત આખાની ચિંતાનો ચબુતરો માથે લઈને ફરીએ તો સહેવાનું આપણે જ આવે.

સતત ચિંતા કરવાનું વલણ શક્તિઓને નબળી પાડી દે છે. મન પર આપણી ને લોકોની ચિંતાના જાળાં બાઝેલાં હોય તો આગળનું સાફ જોઈ શકાતું નથી. સાચો નિર્ણય લઈ શકાતો નથી. જે થતું રહે છે તે નસીબ- કર્મ અને સંજોગોને અનુલક્ષીને થવાનું જ છે પછી ચિંતાની ચિતા પર શા માટે ચઢતા રહેવાનું ! બીજું સ્ટેપ કહે છે કે અપેક્ષાઓ મનદુઃખ ઊભું કરનાર મહત્ત્વનું પરિબળ છે. આથી અપેક્ષાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ વિચારીને લિમિટ સમજીને જ રાખવી. આ બેઉ ક્યારેય સંપૂર્ણ રીતે પૂરી થાય તેવું બનતું નથી. કેમ કે આ બેઉમાં આપણે ક્યારેય હદ સ્વીકારતાં નથી. વળી આ બેઉની સાથોસાથ લોભ, મોહ અને આર્થિક ગણતરીઓ પણ આપોઆપ આવવા લાગે છે અને તે ના સંતોષાય તો એમાંથી મનદુઃખ અને સંતાપ ઊભા થાય છે. એ મનની શાંતિ હણી લઈને ડિપ્રેશન સુધી લઈ જઈ શકે છે. એટલે અપેક્ષાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ એટલી જ રાખવી જેટલી આપણી ક્ષમતા હોય ને પૂરી થવાની હોય તેવી આશા હોય.

આનાથી બચવા ત્રીજું સ્ટેપ છે તો છોડવાની કળા શીખવાનું. વસ્તુઓનો અને સંબંધોનો બિનજરૂરી મોહ છોડવાનો છે. અહીં કશુંય કાયમી નથી હોતું. ક્યારે શેનો વિયોગ થશે તે નક્કી નથી હોતું. મોહ અને આસક્તિ અંતે પીડાદાયક નીવડે છે. છીનવાઈ જવાનો ડર સતત અજંપો આપે છે.

આ સાથે જરૂરતો ઘટાડવાની છે. જેથી સંગ્રહવૃત્તિ જન્મે જ નહીં. આપણા શાસ્ત્રોમાં ત્યાગનો મહિમા મોટો ગણાવાયો છે. થોડું મન મોટું રાખી વિશાળ દિલ રાખી જતું કરવાની ભાવના હશે તો છોડવાની વૃત્તિ વધુ બળવત્તર બનશે. લીધા કરતાં દીધાનો આનંદ ઓર જ હોય છે.

ઈર્ષા, હરીફાઈ, અહં વગેરે પણ મનની શાંતિ હણી લેતાં શક્તિશાળી ત્રાસવાદીઓ સમાન છે. સ્પર્ધાના આ યુગમાં સ્વાભાવિક પણ બીજાઓ કરતાં આગળ નીકળી જવાનું અને જરા હટકે સાબિત થવાનું વલણ વધુ જોવાય છે. કંઈક એવું કરી બતાવીએ જેથી અન્યો કરતાં ચડિયાતા સાબિત થવાય, એવી એક માનસિક્તા સૌને હોય છે. અને એમાંથી જ મનદુઃખો, ઝઘડા, મતભેદ વગેરે સર્જાય છે. ઘર, પરિવાર કે નોકરી- ધંધામાં સ્પર્ધાત્મક વાતાવરણ સર્જાતાં તે સંબંધો પણ બગાડે છે. સાથે મનનો ઉચાટ વધારી દે છે. તમે જેવા છો, જે કાંઈ ખૂબી ખામીઓ છે તેનો સ્વીકાર કરીને ચાલો છો તો સ્પર્ધા- ઈર્ષાનું તત્વ આપોઆપ નીકળી જાય છે. મન જીતાય તો ઘણું બધું જીતાઈ જતું હોય છે.

ભૂલી જાવ અને માફ કરી દો, એ સૂત્ર મનની શાંતિનો સચોટ ઉપાય ગણાય છે. આનાથી ભુતકાળમાં બનેલી કડવી, દુઃખદ ઘટનાઓનો ભાર ખંખેરવાની તક મળે છે. માફી આપી દેવાથી હૈયાનો ભાર ઉતારવાનો મોકો મળે છે. બીજાને સજા આપવાની સમગ્ર પ્રક્રિયામાં સૌથી વધુ નુકસાન પોતાનું જ થતું હોય છે. અને અમુક કડવી વાસ્તવિક્તાઓને સ્વીકારી વર્તમાનમાં જીવવાનો પ્રયાસ મન હળવું રાખે છે.

આપમેળે બનતી કે જાણ્યે અજાણ્યે થતી અમુક ઘટનાઓને આપણે ટાળી નથી શક્તા અને હૃદયના કોઈક ખૂણે છુપાયેલી વેદના- પીડાઓ આંસુરૂપે વહેવા તત્પર બને છે. એટલે જે કાંઈ બને છે એમાં સારું હોય કે નરસું પણ ઈશ્વરનો કોઈક તો સંકેત કે કુદરતનું પ્રયોજન હશે જ એવું સ્વીકારીને ચાલવાથી વેદના વધુ વસમી નથી બનતી. મન અને હૈયાને આવા બધા જ ભારથી મુક્ત કરતાં શીખવાનું છે. તો જ જીવનમાં બનતી નાની મોટી સુખદ ઘટનાઓ, ખુશીઓને મન ભરીને માણી શકીશું. ઓશો- રજનીશજી કહે છે તેમ દુઃખ સંતાપ ભુલવો અને આનંદનું સર્જન કરવું એ એક કળા છે.

મોટા ભાગના લોકો આવી પડેલા સંજોગોને મારી મચેડીને પોતાને અનુકૂળ બનાવવામાં મચી પડે છે. અને સંપર્કમાં આવતાં સંબંધોને પણ સહજતાથી સ્વીકારી લેવાના બદલે તેમનો સ્વભાવ પોતાને અનુકૂળ કરવાની મથામણો કરે છે. દરેકમાં એવું કંઈક તો હોય છે જ જે કદી બદલાતું નથી. તો આ હકીકતનો સ્વીકાર કેમ ના કરી લેવો. આપણે આપણો સ્વભાવ કે વર્તન કોઈની મરજી પ્રમાણે બદલવા તૈયાર નથી જ હોતાને ! તો બીજા આપણા માટે બદલાઈ જાય તેવી અપેક્ષા નિરાશા જ આપશે. જે છે તેને સહજભાવે વિશાળ હૃદયે સ્વીકારીને ચાલવું.

બને તો અથડામણો ટાળવી. કોઈની સાથે ઘર્ષણમાં ઉતરવું અને વાદ-વિવાદથી દૂર જ રહેવું. આ ત્રણેય મનની શાંતિના દુશ્મનો છે. ક્યારે ક્યાંથી વાર કરશે તે કહી ના શકાય. ઘણા લોકો અડવા- કડવા અને જડ સ્વભાવના હોય છે. પરપીડનવૃત્તિ અને તોછડાઈ તેમના સ્વભાવમાં હોય છે. તેઓ જે કાંઈ કરે છે કે બોલે છે તેમાં તેઓ સહજપણે મક્કમ હોય છે. એટલે એવા વ્યક્તિ જોડે નાહકના વાદ-વિવાદમાં પડવું એટલે દીવાલે માથું ભટકાડવું. તેમની માન્યતા તમે બદલી શકવાના તો નથી જ અને તમારી દલીલથી તેમને કશો ફરક પણ પડવાનો નથી પણ એમાં તમે હર્ટ જરૂર થશો. આવા લોકોથી દૂર રહેવું.

ઉધાર લેવું કે દેવું નહીં. આ અંતે લાભના બદલે ખોટનો સોદો સાબિત થાય છે. આપેલા વાયદા પ્રમાણે પરત વાળી ના શકાય તો સંબંધ બગડે ને મનમાં મંઝવણો ઊભી થાય. કહેવાય નહીં ને રહેવાય પણ નહીં. ચાદર જેટલાં જ પગ લંબાવવાની ટેવ આ વધારાની સમસ્યાથી દૂર રાખશે !

ઘણા લોકોને પારકી પંચાત ટીકાત્મક વલણ અને નિંદારસથી આનંદ આવતો હોય છે. ફલાણાએ આવું કર્યું કે ના કર્યું વગેરે સારું છે કે વખોડવા લાયક તે આપણે નક્કી કરનારા કોણ ! આપણી ટીકા કે નિંદા જે તે વ્યક્તિનો ઈગો તોડે, તેને હર્ટ કરશે તો તેને ગુસ્સો આવશે. પરિણામે કાં તો તે તમારું અપમાન કરશે અથવા તમારા જ નબળા પાસાનો જાહેરમાં ધજાગરો કરવા મથશે. અર્થાત્ તમારી નિંદા કરશે.

કોઈને જે કરવું હોય તે તેમનું જીવન છે અને તેમની મરજી છે. આપણને એનાથી કોઈ નુકસાન ના થતું હોય તો શા માટે તેમના વર્તનને વખોડવાનું ! આપણે ત્યાં કહેનારા કહે છે કે મગજ પર બરફ મૂકી દો. દિમાગ ઠુંડુ રાખો. કોઈ પણ વિચલિતકરી દેતી સ્થિતિમાં પણ મન પરનો કાબુ ના ગુમાવો, વગેરે તે યોગ્ય જ છે. સ્થિતિ સમજ્યા વગર ગુસ્સો કરીએ અસંયમ દાખવીએ તેનાથી બનતી વાત તૂટી જાય છે. કોઈ પણ વસ્તુ કરતાં મનની શાંતિને વધુ મહત્ત્વ આપવું.

મનોચિકિત્સકો અને યોગગુરુઓ એક મહત્ત્વના પાસા પર ભાર મૂકતા હોય છે કે મન અશાંત રહેતું હોય તો પહેલાં જીવનમાં અને મન- સ્વભાવમાંથી નેગેટિવિટીને દૂર કરો. પોઝિટીવ થિંકર બનો. જે નથી જ થવાનું કે મળવાનું તેના વ્યર્થ વલખાં મૂકી દો અને જે તમારા માટે જ સર્જાયેલું છે તેનો લાભ અને આનંદ ઉઠાવતાં શીખો.

શરૂમાં કહ્યું તેમ શાંતિની શોધમાં બહુ લાંબો પથ નથી કાપવાનો. પણ જે ભીતર બેઠું છે તે મનના જ દ્વાર ખખડાવવાના છે. જીવન છે તો સુખ-દુઃખ તો ચાલ્યાં કરે તેવી સમતા કેળવવાથી આવતી વિપત્તિઓ થકવી નહીં નાખે. કોઈને સુધારતાં પહેલાં જાતને જ સુધારવાની જરૂર હોય છે.

જિંદગી અનિશ્ચિતતાઓનો એવો દરિયો છે કે ક્યારે, કોણ શું કરશે ને ક્યા સંજોગો ક્યાં લાવી મૂકશે તે કહી શકાતું નથી. એટલે ક્યારેક કોઈ સમસ્યાનો ઉકેલ બાહ્ય જગતમાં ના જડે ત્યારે ભીતરના જગતમાં પ્રવેશ કરવો પડે છે, જે કાંઈ અશાંતિ, દુઃખ, પ્રશ્નોની પીડા તમે ભોગવો છો તેના મૂળ સુધી જવાનો પ્રામાણિક પ્રયત્ન કરવો પડે છે અને આ બહારની કોઈ વ્યક્તિની મદદથી પાર નહીં પડે. પણ આત્મમંથન અને સ્વચિંતન કરી પીડાનું, મનની અશાંતિનું કેન્દ્રબિંદુ શોધી તેનો ઈલાજ કરવાનો રહે છે. આ માટે જરૂર પડે તો શાંતિ શિબિર, ધ્યાન- પ્રાણાયામ વગેરેનો આધાર ભલે લેવાય પણ મુખ્ય હેતુ કોઈ પણ ભોગે શાંતિની સાધના કરવાનો હોવો ઘટે.