RSS

કીમતી અને અજાયબ ધાતુ (પ્લેટિનમ)

11 Aug

સોના-ચાંદી ઉપરાંત પ્લેટિનમના પણ દાગીના બને છે તે જાણીતી વાત છે. પ્લેટનિમ એક મોંઘી ધાતુ છે. ચાંદી જેવી તેજસ્વી સફેદ આ ધાતુના ઘરેણાં ઉપરાંત અનેક ઉપયોગ છે. લોખંડ અને તાંબું સદીઓ પહેલાની પ્રાચીન ધાતુઓ છે પરંતુ પ્લેટિનમ ૧૮૨૦માં શોધાયેલી નવી ધાતુ છે. જો કે જૂના કાળમાંય પૃથ્વી પર પ્લેટિનમ હતી પરંતુ તેને કોઈ ઓળખતું નહોતું.
પ્લેટિનમ નરમ અને વજનદાર ધાતુ છે. તેને સહેલાઈથી ધાર આપી શકાય છે અને તાર પણ બનાવી શકાય છે. તે અન્ય રસાયણો સાથે કોઈ પ્રક્રિયા કરતું નથી એટલે નોબેલ મેટલ કહેવાય છે. જમીનમાંથી પ્લેટિનમ આર્સેનાઈડ નામના ખનિજરૃપે તે મળે છે. રશિયા, કેનેડા, ઝિમ્બાબ્વે અને અમેરિકામાં તેની ખાણો છે. એક ટન કાચી ધાતુમાંથી માત્ર ૩ ગ્રામ જેટલું પ્લેટિનમ મળે છે. એટલે તે કીમતી ધાતુ ગણાય છે. કીમતી ધાતુઓમાં પ્લેટનિમ સૌથી વજનદાર છે. સોનાની વીંટી કરતાં એટલા જ કદની પ્લેટીનમની વીંટીનું વજન બમણું થાય છે.

 

Leave a comment